• Home
  • Lifestyle
  • Travel
  • The Karnak Beach Festival will start from December 14, with water sports and adventure sports being enjoyed.

બીચ ફેસ્ટિવલ / 14 ડિસેમ્બરથી કોર્ણાક બીચ ફેસ્ટિવલ શરૂ થશે, વોટર સ્પોર્ટ્સની અને એડવેન્ચર સ્પોર્ટસની મજા માણી શકાશે  

The Karnak Beach Festival will start from December 14, with water sports and adventure sports being enjoyed.

  • 14 ડિસેમ્બર 2019થી 14 જાન્યુઆરી 2020 સુધી મરીન ડ્રાઈવ ઈકો રિટ્રીર નામથી આંતરરાષ્ટ્રીય સ્તરે બીચ ફેસ્ટિવલનું આયોજન 
  • પ્રવાસીઓ માટે 50 રૂમ અને લક્ઝુરિયસ ટેન્ટ કોટેજ બનાવવામાં આવશે
  • સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, વોટર સ્પોર્ટ્સની સાથે એડવેન્ચર સ્પોર્ટસની મજા માણી શકાશે

Divyabhaskar.com

Nov 26, 2019, 01:55 PM IST

ટ્રાવેલ ડેસ્ક. જો તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે ક્યા ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો કોર્ણાક બીચ ફેસ્ટિવલ એકદમ ફેસ્ટ ઓપ્શન છે. ઓરિસ્સામાં 14 ડિસેમ્બર 2019થી 14 જાન્યુઆરી 2020 સુધી મરીન ડ્રાઈવ ઈકો રિટ્રીર નામથી આંતરરાષ્ટ્રીય સ્તરે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલનું આયોજન કોણાર્કની પાસે થાય છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ ફેસ્ટિવલ મનાવવાનો નિર્ણય ઓરિસ્સાના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મેળલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ફેસ્ટિવલ મરીન ડ્રાઈવ પર યોજાશે અને પ્રવાસીઓ તેમાં 3D મેપિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, વોટર સ્પોર્ટ્સની સાથે એડવેન્ચર સ્પોર્ટસની મજા માણી શકશે.

કાર્યક્રમ દરમ્યાન અહીં પ્રવાસીઓ માટે 50 રૂમ અને લક્ઝુરિયસ ટેન્ટ કોટેજ બનાવવામાં આવશે, જેમાં પાણી અને લાઈટની પણ સુવિધા હશે. ઉપરાંત પ્રાઈવેટ ગાડી લઈને આવનાર પ્રવાસીઓને પાર્કિંગની સુવિધા પણ મળશે. આયોજનની જગ્યાને શાનદાર લાઈટિંગ અને અન્ય વસ્તુઓથી પણ શણગારવામાં આવશે. કોર્ણાક સૂર્ય મંદિર જગન્નાથ પુરીથી 35 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં સમુદ્ર તટ પર આવેલ છે.


તેની સ્થાપત્ય અને કોતરણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત આ મંદિરને 13મી સદીમાં રાજા નરસિંહ દેવે બનાવ્યું હતું. ભગવાન સૂર્યને સમર્પિત આ મંદિરને રથના આકારમાં બનાવવામાં આવ્યું છે. 24 વિશાળ પત્થરના પૈડાંવાળો આ રથને 7 ઘોડા ખેંચીતા હોય તે રીતે બનાવવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા અનુસાર, સૂર્ય ભગવાનના રથ પર 12 પૈડાં છે અને તેમાં રથ ખેંચવા માટે 7 ઘોડા છે. રથના આકારમાં બનાવેલ કોર્ણાકના આ મંદિરમાં પથ્થરનાં પૈડાં અને ઘોડા પણ છે. અહીં સૂર્યની પ્રતિમાને પુરીમાં જગન્નાથ મંદિરમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે અને હવે અહીં એકપણ મૂર્તિ નથી.

X
The Karnak Beach Festival will start from December 14, with water sports and adventure sports being enjoyed.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી