ન્યૂ ટ્રેન / IRCTC 12થી 23 ફેબ્રુઆરી સુધી દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

The IRCTC will run Southern Darshan special train from February 12 to 23

  • IRCTCએ ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ 3 ભારત દર્શન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી
  • દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન, હરિહર ગંગે ભારત દર્શન ટ્રેન તેમજ ક્રિષ્ણા સર્કિટ ભારત દર્શન ટ્રેન દોડશે
  • ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું વ્યક્તિ દીઠ 11,340 રૂપિયા અને થર્ડ એસીનું ભાડું 13,860 રૂપિયા છે

Divyabhaskar.com

Jan 13, 2020, 12:15 PM IST

ટ્રાવેલ ડેસ્ક. 'ભારત દર્શન ટુરિસ્ટ ટ્રેન' પ્રવાસીઓમાં લોકપ્રિય થઈ રહી છે. અન્ય ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેન સસ્તી હોવા ઉપરાંત વધુ સુવિધાજનક પણ છે. તેથી ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ 3 ભારત દર્શન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન, હરિહર ગંગે ભારત દર્શન ટ્રેન તેમજ ક્રિષ્ણા સર્કિટ ભારત દર્શન ટ્રેન દોડશે.

તે ઉપરાંત IRCTC 12થી 23 ફેબ્રુઆરી સુધી દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. રામેશ્વરમ્, મદુરાઈ, નાગરકોઈલ કન્યાકુમારી આ ટ્રેન રાજકોટથી શરૂ થયા બાદ સાબરમતી થઈ જશે. આ ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું વ્યક્તિ દીઠ 11,340 રૂપિયા અને થર્ડ એસીનું ભાડું 13,860 રૂપિયા છે. તેમજ બીજી હરિહર ગંગે ભારત દર્શન વિશેષ ટ્રેન 26 ફેબ્રુઆરીએ રાજકોટથી શરૂ થઈ સાબરમતી થઈ પુરી, કોલકાતા, ગંગાસાગર, વારાણસી, ઉજ્જૈન થઈ પરત ફરશે.

X
The IRCTC will run Southern Darshan special train from February 12 to 23

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી