હૉર્નબિલ ફેસ્ટિવલ / નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલ શરૂ થયો, આ વખતે ઝીરો વેસ્ટ થીમ રાખવામાં આવી

The Hornbill Festival started in Nagaland, this time with a Zero West theme
The Hornbill Festival started in Nagaland, this time with a Zero West theme

  • ડિસેમ્બરની શરૂઆત સાથે આ ફેસ્ટિવલ પણ શરૂ થઈ ગયો છે
  • આ ફેસ્ટિવલ નાગલેન્ડની રાજધાની કોહિમાથી 12 કિ.મી. કિસામાના નાગા હેરિટેજ ગામમાં મનાવવામાં છે
  • નાગાલેન્ડની 17 મુખ્ય જાતિઓ અને ઉત્તર-પૂર્વના લોકપ્રિય કલાકારો ઉપરાંત હંગેરી અને થાઇલેન્ડનાં ગ્રૂપ પણ આ વખતે ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરશે

Divyabhaskar.com

Dec 03, 2019, 02:18 PM IST

ટ્રાવેલ ડેસ્ક. નાગાલેન્ડનો મુખ્ય તહેવાર છે ‘હોર્નબિલ ફેસ્ટિવલ’. ડિસેમ્બરની શરૂઆત સાથે આ ફેસ્ટિવલ પણ શરૂ થઈ ગયો છે. હૉર્નબિલ ફેસ્ટિવલ અહીંનું મુખ્ય આકર્ષણ છે. નાગાલેન્ડનો ખાસ અને અદભુત ફેસ્ટિવલ્સમાંનો એક છે. આ ફેસ્ટિવલ નાગલેન્ડની રાજધાની કોહિમાથી 12 કિ.મી. કિસામાના નાગા હેરિટેજ ગામમાં મનાવવામાં છે. આ દસ દિવસીય તહેવારની તૈયારીમાં નાગાલેન્ડ ટૂરિઝમ વિભાગ અને રાજ્યના અન્ય સંબંધિત વિભાગો સહિત આદિજાતિ સંગઠનો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા હતા. આ વખતે સરકારે આ તહેવારને ક્લીન ફેસ્ટિવલ (ઝીરો વેસ્ટ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને) તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

નાગાલેન્ડની 17 મુખ્ય જાતિઓ અને ઉત્તર-પૂર્વના લોકપ્રિય કલાકારો ઉપરાંત હંગેરી અને થાઇલેન્ડનાં ગ્રૂપ પણ આ વખતે ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરશે. તે ઉપરાંત આ વર્ષે માઉન્ટ ટીયોજુવુ અને જુકુ વેલીમાં ટ્રેકિંગ અને હાઇકિંગની સાથે સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત સેકન્ડ વર્લ્ડ વૉર રેલી, મીમામાં એક પથ્થર ખેંચવાની સ્પર્ધા, કોહિમામાં હેરિટેજ વોક પણ હોર્નબિલ ફેસ્ટિવલનો ભાગ છે.

રાજ્યના પર્યટન, કલા અને સંસ્કૃતિ વિભાગના સલાહકાર ખેહોવી યેપુથોમીના જણાવ્યા પ્રમાણે, 10 દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટિવલ નાગા હેરિટેજ વિલેજ કિસામાની સાથે કોહિમ, મોકોકચુંગ, દીમાપુર, ફેક અને વોખા જિલ્લામાં યોજાશે. તેમના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય પર્યટન મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત અન્ય રાજ્યના પર્યટન મંત્રી નાગાલેન્ડના રાજ્યપાલની હાજરીમાં ઉત્સવમાં હાજરી આપશે.

પર્યટન નિયામક અખલે વી. ખામેના જણાવ્યા મુજબ, પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે આ ફેસ્ટિવલ સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની અપીલ કરશે. પર્યટન વિભાગે આદિજાતિ સંસ્થાઓને સહયોગ આપવા વિનંતી પણ કરી છે. ઝીરો વેસ્ટને સુનિશ્ચિત કરવા માટે આ વખતે સ્ટાયરોફોમ, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિક રેપ, થર્મોકોલ પ્લેટ, કપ અને ચમચી, ટેટ્રા પેકવાળાં ફ્રૂટ જ્યુસના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે..

X
The Hornbill Festival started in Nagaland, this time with a Zero West theme
The Hornbill Festival started in Nagaland, this time with a Zero West theme

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી