જંગલ સફારી / ઓરિસ્સામાં જંગલ સફારીની સાથે હવે ‘હોમ સ્ટે’નો આંનદ માણી શકાશે

The 'Home Stay' can now be enjoyed along with the jungle safari in Orissa

  • વન્યપ્રાણી અભયારણ્યો અને સિમિલીપાલ, ભીતરકાનિકા, ચિલિકા, ડારિંગિબાદી, સતાકોસિયા જેવા ઈકો-ટેસ્ટિનેશન્સની પાસે ‘હોમ સ્ટે’ વિકાસ કરવામાં આવશે
  • સાઈકલિંગ, બોટિંગ, જંગલ સફારી, ફોટોગ્રાફી, કનોર્પી વોક અને ખેતી સાથે સંકળાયેલ ગતિવિધિઓ જેવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે

Divyabhaskar.com

Nov 30, 2019, 01:03 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઓરિસ્સા સરકારે રાજ્ય પર્યટન અને વન વિભાગના અધિકારીઓને કેટલાક વન્યપ્રાણી અભયારણ્યો અને ઈકો-ડેસ્ટિનેશન્સની પાસે હોમ સ્ટે માટે પોલિસી તૈયાર કરવાની સૂચના આપી છે. ઓરિસ્સા સરકારના જણાવ્યા પ્રમાણે, ગત બુધવારે યોજાયેલી ટૂરિઝમ બોર્ડની બેઠકમાં મુખ્ય સચિવ એ.કે ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, માર્કેટની માગ અને ખાનગી ક્ષેત્રની મદદથી ઈકો-ટૂરિઝમનો વિકાસ કરવામાં આવશે. પર્યટન અને વન વન અને પર્યાવરણ વિભાગને આ કામ કરવાના નિર્દેશ પણ મુખ્ય સચિવે આપ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, વન્યપ્રાણી અભયારણ્યો અને સિમિલીપાલ, ભીતરકાનિકા, ચિલિકા, ડારિંગિબાદી, સતાકોસિયા જેવા ઈકો-ટેસ્ટિનેશન્સની પાસે ‘હોમ સ્ટે’ વિકાસ કરવામાં આવશે.

મુખ્ય સચિવના જણાવ્યા પ્રમાણે, બંને વિભાગોને ઓરિસ્સાના પર્યટન સ્થળને સમગ્ર વિશ્વના ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરોની વચ્ચે લોકપ્રિય બનાવવા માટે કહ્યું છે. બેઠકમાં ઓરિસ્સાના ઓછામા ઓછા 10 ડેસ્ટિનેશન પર ઈકો-ટૂરિઝમને આગલા સ્તર પર લઈ જવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં ઈકો-ટેસ્ટિનેશનનને રમત, ટ્રેકિંગ, વાઈલ્ડ લાઈફ જોવા, સાઈકલિંગ, બોટિંગ, જંગલ સફારી, ફોટોગ્રાફી, કનોર્પી વોક અને ખેતી સાથે સંકળાયેલ ગતિવિધિઓ જેવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.

આવી સુવિધાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રના સંયુક્ત સહયોગથી વિકસાવવામાં આવશે. તો બીજી તરફ અત્યાર સુધીમાં 40 ઈકો-ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિકસિત કરવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જગ્યા પર અંદાજે 1,00 સ્થાનિક લોકો આતિથ્ય, ઘરની સંભાળ, સંભાળ, સંરક્ષણ અને અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ દ્વારા ગુજારન ચલાવવામાં મદદ મળી રહી છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓરિસ્સાની ઈકો-ટૂરિઝમ વેબસાઈટ (www.ecotourodisha.com)વિશ્વના વિવિધ ભાગોને પ્રકૃતિ પ્રેમીઓ જોઇ રહ્યા છે.

X
The 'Home Stay' can now be enjoyed along with the jungle safari in Orissa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી