તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Travel
  • The Government Has Allowed Airlines To Set Luggage Limits, Now Passengers Will Soon Be Able To Carry More Luggage On The Flight.

સુવિધા:સરકારે એરલાઇન્સને બેગેજની લિમિટ નક્કી કરવાની છૂટ આપી, હવે મુસાફરો ટૂંક સમયમાં ફ્લાઇટમાં વધારે સામાન લઈ જઈ શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પછી 25 મેથી ડોમેસ્ટ ફ્લાઇટ સર્વિસ શરૂ થઈ છે
  • વધુને વધુ મુસાફરોને આકર્ષવામાં કંપનીઓને મદદ મળશે

ઓછો સામાન લઈ જવાની સમસ્યાથી પીડાતા હવાઈ મુસાફરોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે એરલાઇન્સ કંપનીઓને બેગેજ લિમિટ જાતે નક્કી કરવાની છૂટ આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પગલાંથી એરલાઇન્સ કંપનીઓ મુસાફરોને ટૂંક સમયમાં જ વધુ સામાન લઈ જવાની મંજૂરી આપી શકે છે. તેનાથી એરલાઇન્સને વધુ મુસાફરો મળવામાં મદદ મળશે અને આવકમાં પણ વધારો થશે.

કોરોના પછી ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવા પર પણ પ્રતિબંધ હતો
કોરોના રોગચાળા પછી કેન્દ્રએ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવાની મંજૂરી આપી હતી. તેમજ, બેગેજ લિમિટ પણ નક્કી કરી દેવામાં આવી હતી. આ અંતર્ગત મુસાફરને એક ચેક ઇન અને હેન્ડ બેગ લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. સિવિલ એવિએશન મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું કે, લોકો તરફથી મળેલા ફીડબેકને બેગેજ સંબંધિત છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેગેજ લિમિટ એરલાઇન્સની પોલિસી અનુસાર હોવી જોઈએ.

વિસ્તારા એરલાઇન્સમાં 28 સપ્ટેમ્બરથી નવી સુવિધા મળશે
ફુલ સર્વિસ કરિયર વિસ્તારા એરલાઇન્સના પ્રવક્તાનું કહેવું છે કે, સરકારની નવી એવાઇઝરી લાગુ કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે, અમે 28 સપ્ટેમ્બરથી કોવિડ-19 પહેલાની જેમ બેગેજ છૂટ આપવાનું શરૂ કરીશું. તેમણે કહ્યું કે, મુસાફરોની સુવિધા અને સલામતી અમારી અગ્રતા છે.

એર ઇન્ડિયાને 20 કિલો સુધીનું વજન લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી
​​​​​​​કોરોના રોગચાળાને કારણે ફ્લાઇટ સર્વિસ પર પ્રતિબંધ મકાયો એ પહેલા એર ઇન્ડિયામાં એક મુસાફરને 20 કિલો સુધીનોસામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવતી હતી. જ્યારે પ્રાઇવેટ એરલાઇન્સને 15 કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નક્કી લિમિટ કરતાં વધારે સામાન લઈ જવો હોય તો મુસાફરે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડતા હતા. નવા આદેશ પછી બધી કંપનીઓ અગાઉની લિમિટ સુધીના વજનની વસ્તુઓ લઈ જવામાં છૂટ આપી શકે છે.

અત્યારે 60% ફ્લાઇટ્સ કાર્યરત છે
​​​​​​​કેન્દ્ર સરકારે કોરોનાને કારણે લગભગ 3 મહિનાનો પ્રતિબંધ લગાવ્યા બાદ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મંજૂરી આપી હતી. અત્યારે એરલાઇન્સને 60% ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો