તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Travel
  • The Country's First Private Train Tejas Express Will Be Closed On Two Routes, The Decision Was Taken Due To Non availability Of Passengers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધ:દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ બે રૂટ પર બંધ થશે, મુસાફરો ન મળવાને કારણે નિર્ણય લેવાયો

5 મહિનો પહેલા
  • તેજસ એક્સપ્રેસનું ઓપરેશન 23 નવેમ્બરથી તો અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 24 નવેમ્બરથી બંધ થશે
  • દેશમાં કરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી 19 માર્ચથી આ બંને ટ્રેનોનું સંચાલન બંધ કરાયું હતું

દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ આજકાલ મુસાફરોની અછતનો સામનો કરી રહી છે. દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

23 નવેમ્બરથી બંધ રહેશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બરથી બંધ થશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થશે.

આ બંને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં યાત્રીની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેશે. આ ટ્રેનમાં કુલ 736 સીટ છે. પરંતુ આ સમયે તેમાં માત્ર 25%-40% સીટ્સ જ બુક થઈ રહી હતી. જ્યારે લોકડાઉન પહેલાં તેમાં 50%થી 80% સીટ બુક થઈ જતી હતી.

કોરોનામાં ઓપરેશન બંધ કરાયું હતું
દેશમાં કરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી 19 માર્ચથી આ બંને ટ્રેનોનું સંચાલન બંધ કરાયું હતું. આ વર્ષે દિવાળી દરમિયાન તેજસમાં સીટ્સ ખાલી રહી હતી. વધારે ભાડું હોવાને કારણે લોકો ટ્રેનને બદલે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

IRCTCએ ગયા વર્ષે દિલ્હી-લખનઉ 4 ઓક્ટોબરથી અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો