ગ્લાસ બ્રિજ / ઋષિકેશમાં દેશનો પ્રથમ ગ્લાસ ફ્લોર બ્રિજ બનાવવામાં આવશે

The country's first glass floor bridge will be built in Rishikesh

  • બ્રિજની પહોળાઈ 9 મીટર અને લંબાઈ 132.3 મીટર હશે
  • કાચની જાડાઈ સાડા ત્રણ ઈંચ હશે અને તે પ્રતિ ચોરસ મીટર 750 કિલો વજનની ક્ષમતા ધરાવશે
  • બ્રિજની લંબાઈ 132. 3 મીટર હશે, બંને બાજુ સાત ફુટ ઉંચી રેલિંગ હશે

Divyabhaskar.com

Feb 07, 2020, 02:46 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઉત્તરાખંડનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ઋષિકેશમાં ગંગા પર દેશનો પહેલો ગ્લાસ ફ્લોર બ્રિજ બનાવવામાં આવશે. લક્ષમણ ઝૂલાની બરાબરીમાં બનનાર આ બ્રિજનો ફ્લોર મજબૂત પારદર્શી કાચનો હશે. તેના પર ચાલનાર લોકોને લાગશે કે તેઓ નદીની સપાટી પર ચાલી રહ્યા છે. 94 વર્ષોથી ઋષિકેશની ઓળખ સમાન 'લક્ષ્મણ ઝુલા' સુરક્ષાના કારણોથી ગત વર્ષે જુલાઈમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તરાખંડ સરકારે આ બ્રિજની ડિઝાઈનને મંજૂરી આપી છે.

ગુરુવારે ઉત્તરાખંડના અધિક મુખ્ય સચિવ ઓમ પ્રકાશના જણાવ્યા પ્રમાણે, લક્ષ્મણ ઝુલાની સમાંતર બનાવવામાં આવનાર બ્રિજની પહોળાઈ 9 મીટર અને લંબાઈ 132.3 મીટર હશે. તેમાં કાચના બે ફ્લોર હશે. વચ્ચે અઢી મીટર પહોળો રસ્તો બનવવામાં આવશે, જેનાથી ટૂ-વ્હીલર્સ જેવા વાહનો પસાર થઈ શકશે. કાચની જાડાઈ સાડા ત્રણ ઈંચ હશે અને તે પ્રતિ ચોરસ મીટર 750 કિલો વજનની ક્ષમતા ધરાવશે. બ્રિજમાં ઉપયોગમાં લેવાતા લોખંડના થાંભલા અને સળિયા સામાન્ય મટીરીયલથી વધારે મજબૂત હશે. બ્રિજની લંબાઈ 132. 3 મીટર હશે અને બંને બાજુ સાત ફુટ ઉંચી રેલિંગ હશે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ બ્રિજ અવરજવર માટે ઓછામાં ઓછા 150 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. તેમણા જણાવ્યા પ્રમાણે, બ્રિજના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા લોંખડના થાંભલાઓ અને સળિયા સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા થાંભલા અને સળિયા કરતા અનેક ગણા મજબૂત હશે અને જો બ્રિજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવશે તો બ્રિજને 100 વર્ષ કરતા પણ વધુ સમય થઈ જશે તો પણ કઈ થશે નહીં.

X
The country's first glass floor bridge will be built in Rishikesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી