• Home
  • Lifestyle
  • Travel
  • The area under the anniversary sale is only Rs. You will be booked by 995, booking a ticket till January 10

ઓફર / એનિવર્સરી સેલ હેઠળ વિસ્તારા માત્ર રૂ. 995માં હવાઈ મુસાફરી કરાવશે, 10 જાન્યુઆરી સુધી ટિકિટ બુક કરાવી શકો છો

The area under the anniversary sale is only Rs. You will be booked by 995, booking a ticket till January 10

  •  સેલમાં ડિસ્કાઉન્ટની સાથે ફ્લાઈટની ટિકિટ 995 રૂપિયામાં આપવામાં આવી રહી છે
  • સેલ માત્ર 48 કલાક માટે છે અને 10 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ બંધ થઈ જશે
  • સેલમાં ફ્લાઈટની ટિકિટ પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Divyabhaskar.com

Jan 09, 2020, 04:25 PM IST

ટ્રાવેલ ડેસ્ક. આવનાર દિવસોમાં ટ્રિપ પ્લાન કરી રહ્યા હો તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ માહિતી છે. પેસેન્જર એરલાઇન્સ વિસ્તારાએ બુધવારે પોતાનો પાંચમી એનિવર્સરી સેલ શરૂ કર્યો છે. આ સેલમાં ફ્લાઈટની ટિકિટ પર એરલાઈન ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલમાં ડિસ્કાઉન્ટની સાથે ફ્લાઈટની ટિકિટ 995 રૂપિયામાં આપવામાં આવી રહી છે. આ સેલ માત્ર 48 કલાક માટે છે અને 10 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ બંધ થઈ જશે.

એરલાઈનના જણાવ્યા પ્રમાણે, વિસ્તારાએ પાંચમી એનિવર્સરીના સેલિબ્રેશનના પગલે 48 કલાકના સ્પેશિયલ સેલ શરૂ કર્યો છે. આ સેલમાં ફ્લાઈટની ટિકિટ પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પરના તમામ ત્રણેય વર્ગ માટે છે.

ત્રણ વર્ગમાં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
વિસ્તારાની ઘરેલૂ ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસ માટે ટિકિટની કિંમત 995 રૂપિયાથી શરૂ થાય છે. પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે ટિકિટની કિંમત 1,995 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 5,555 રૂપિયાથી શરૂ થાય છે. વિસ્તારાની આંતરાષ્ટ્રીય ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસ માટે ટિકિટની કિંમત 14,555 રૂપિયા, પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે 19,995 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે ટિકિટ 35,555 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં તમામ ટેક્સ અને ચાર્જ સામેલ છે.


ટિકિટની કિંમત
આ ઓફરમાં મુંબઈ-દિલ્હીની ફ્લાઈટની ટિકિટની કિંમત 2,955 રૂપિયા, મુંબઈ-ગોવા ટિકિટની કિંમત 1,995 રૂપિયા, દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટની ટિકિટ 3,355 રૂપિયા અને મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટ ટિકિટની કિંમત 2,055 રૂપિયા છે.


25 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2020 સુધી મુસાફરી કરી શકાશે
આ સેલ અંતર્ગત માત્ર 48 કલાક સુધી ફ્લાઈટની ટિકિટ પર બંપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલ 10 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ બંધ થશે. આ ઓફર 25 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે માટે છે. બુકિંગ માટે ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ ટિકિટ ખરીદવી જરૂરી છે.

X
The area under the anniversary sale is only Rs. You will be booked by 995, booking a ticket till January 10
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી