તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસ એક્સપ્રેસ 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે, ભાડું રૂ. 2,384થી શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેન વ્યાવસાયિક ધોરણે 19 જાન્યુઆરી 2020થી દોડશે
 • અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 758 સીટો છે, 56 સીટો એક્ઝિક્યુટિવ ક્લાસની અને ચેર એસી ક્લાસની છે
 • સાફરોને ફ્રીમાં 25 લાખ રૂપિયાનો રેલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ મળશે

ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન IRCTC આ મહિનાની 17 તારીખે અત્યાધુનિક સુવિધાથી સજ્જ તેજસ એક્સપ્રેસ મુંબઈ-અમદાવાદ રૂટ પરદોડાવશે. આ ટ્રેન વ્યાવસાયિક ધોરણે 19 જાન્યુઆરી 2020થી દોડશે. આ ટ્રેન માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનમાં ઘણી એવી સુવિધાઓ છે, જે તેને અન્ય ટ્રેનોથી અલગ બનાવે છે. આ ટ્રેન લેટ થવા પર તમને વળતર આપે છે. ઉપરાંત 25 લાખ રૂપિયાનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ આપે છે. આ ટ્રેન ગુરુવાર સિવાય  સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ અઠવાડિયાના છ દિવસ દોડશે.  

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 758 સીટો છે, જેમાંથી 56 સીટો એક્ઝિક્યુટિવ ક્લાસની અને ચેર એસી ક્લાસની છે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિમી હશે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટ્રેનમાં વિજળીનો વપરાશ પણ ઓછો થશે. ટ્રેનની દરેક સીટની બેક સાઈડમાં એક LCD લગાવવામાં આવેલી હશે.  ટ્રેનમાં વાઈફાઈ ઉપરાંત કેટરિંગનું મેન્યૂ પ્રખ્યાત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોને ફ્રીમાં 25 લાખ રૂપિયાનો રેલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ મળશે. દરેક કોચમાં ઈન્ટિગ્રેટેડ બ્રેઇલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડસ અને ઈલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે.  તેજસ એક્સપ્રેસ સવારે અમદાવાદથી 6.40 કલાકે ઉપડશે અને બપોરે 13.40 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. તેવી જ રીતે રિટર્નમાં મુંબઈ સેન્ટ્રલથી 15.40 કલાકે ઉપડશે અને 21.55 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ ટ્રેન માટે મુસાફરીના 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકાય છે. બીજી ટ્રેનો માટે 120 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડે છે. 

તેજસ એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદથી મુંબઈ રૂટ પર ભાડું

 • અમદાવાદથી મુંબઈની વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા છે. તેમાં બેઝ ફેર 1,875 રૂપિયા, જીએસટી 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 415 રૂપિયા સામેલ છે.
 • ચેર કારનું ભાડું 1,289 રૂપિયા છે, જેમાં બેઝ ફેર 870 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા સામેલ છે.

મુંબઈથી અમદાવાદની વચ્ચે ભાડુંઃ

 • મુંબઈ-અમદાવાદની વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,374 રૂપિયા છે, જેમાં 1,875 રૂપિયા બેઝ ફેર, 84 રૂપિયા જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા સામેલ છે.
 • તેમજ એસી ચેર કારનું ભાડું 1,274 રૂપિયા છે, જેમાં 870 રૂપિયા બેઝ ફેર, 44 રૂપિયા જીએસટી અને 360 રૂપિયા કેટરિંગ ચાર્જ પણ સામેલ છે.

અન્ય સુવિધા
ટ્રેનમાં તત્કાલ ક્વોટા નથી. આ ટ્રેનમાં જનરલ અને ફોરેન ટૂરિસ્ટ ક્વોટા છે. ટ્રેનમાં કોઈ પણ પ્રકારની ટિકિટ પર છૂટ આપવામાં આવશે નહીં. આ ટ્રેનનું ભાડું ડાયનેમિક છે. IRCTC ટ્રેન એક કલાકથી વધારે લેટ થવા પર  100 રૂપિયાનું વળતર આપશે. ઉપરાંત ટ્રેન બે કલાકથી વધારે લેટ થવા પર મુસાફરોને 250 રૂપિયાનું વળતર મળશે. 


ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલાં વેઇટિંગ ટિકિટ રદ કરવા પર 25 રૂપિયા કટ કરીને બાકીની રકમ પરત કરવામાં આવશે. આવા કિસ્સામાં ભારતીય રેલવે 65 રૂપિયા ચાર્જ લે છે. જો ટ્રેન ચાર્ટ બનવા પર વેઈટિંગ ટિકિટ કન્ફર્મ નહી થાય તો એવા કિસ્સામાં સંપૂર્ણ રકમ કોઈપણ કપાત વિના પરત કરવામાં આવશે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો