તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

16 ફેબ્રુઆરીથી તેજસ એક્સપ્રેસ ત્રીજી પ્રાઇવેટ ટ્રેન શરૂ કરશે, ઇંદોર-વારાણસી વચ્ચે દોડશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્કઃ IRCTCની ત્રીજી પ્રાઇવેટ ટ્રેન ઈંદોરથી વારાણસી વચ્ચે દોડાવાશે અને આ ટ્રેનનું ઉદ્ઘાટન 16 ફેબ્રુઆરીએ થશે. તેમજ, તે 20 ફેબ્રુઆરીથી નિયમિત રૂપે કાર્ય કરવાનું શરૂ કરશે. કાશી મહાકાલ એક્સપ્રેસના નામથી ચાલનારી આ ટ્રેન વારાણસીથી શરૂ થશે અને મહાશિવરાત્રી પર 21 ફેબ્રુઆરીએ આ ટ્રેન ઉજ્જૈન થઈને ઈંદોર આવશે. આઇઆરસીટીસી દ્વારા સંચાલિત આ પ્રકારની આ પહેલી ટ્રેન હશે જેમાં ચેર કાર નહીં હોય પરંતુ સ્લીપર કોચ હશે. IRCTC દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઇ પર પ્રાઇવ ટ્રેન તેજસ એક્સપ્રેસનું સંચાલન કરી રહ્યું છે.
 

અઠવાડિયાંમાં ત્રણ દિવસ ટ્રેન ચાલશે
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, આ ટ્રેન અઠવાડિયાંમાં ત્રણ દિવસ ચાલશે. બે દિવસ લખનઉ થઇને એક દિવસ અલ્હાબાદ થઈને ચાલશે. બે જ્યોતિર્લિંગને જોડતી આ ટ્રેનનું ટાઇમ ટેબલ અત્યારે નક્કી નથી થયું પરંતુ તે ટૂંક સમયમાં જ નક્કી થવાની સંભાવના છે. રેલવેના નિષ્ણાતોના મતે, આ ટ્રેન લખનઉ, કાનપુર, ઝાંસી, ભોપાલ થઈને દોડી શકે છે. ઇંદોર અને વારાણસી વચ્ચે દોડતી ટ્રેન સિટીંગની બદલે સ્લીપર કોચ રહેશે.
 

ઇંદોર-દિલ્હી, ઇંદોર-પટના વચ્ચે પણ પ્રાઇવેટ ટ્રેનની જાહેરાત
રેલવેએ ઈંદોર-ઓખલા (દિલ્હી) અને ઇંદોર-દાનાપુર (પટના) વચ્ચે પણ પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. ઓખલા ટ્રેન નિયમિત રહેશે, જ્યારે દાનાપુર સાપ્તાહિક રહેશે. બે વર્ષમાં દેશભરમાં 150 ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંની બે ટ્રેનો આ પણ છે. દિલ્હી માટે આ ટ્રેન શરૂ થયા પછી આઠમી અને પટના માટે ચોથી ટ્રેન હશે.
 

ટ્રેન લેટ પડી તો વળતર મળશે
ટ્રેન મોડી પડવા પર મુસાફરોને 250 રૂપિયા સુધીનું વળતર મળશે. જો ટ્રેન 1 કલાક મોડી પડે તો 100 રૂપિયા અને 2 કલાક લેટ થવા પર 250 રૂપિયાનું રિફંડ આપવામાં આવશે. પ્રાઇવેટ ટ્રેનમાં કોઈપણ વર્ગને ભાડામાં કોઈ છૂટ આપવામાં આવતી નથી. તેમાં VIP ક્વોટાની પણ જોગવાઈ નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો