તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તેજસ એક્સપ્રેસ આજથી ફરી એકવાર લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને IRCTCએ સ્ટેશન પર જ તેજસ એક્સપ્રેસ માટે ટિકિટ આપવાની પણ વ્યવસ્થા કરી છે. તેજસ એક્સપ્રેસ એ દેશની ફર્સ્ટ પ્રાઇવેટ ટ્રેન છે અને તેનું સંચાલન IRCTC દ્વારા કરવામાં આવે છે.
મુસાફરોની અછતને કારણે ટ્રેન બંધ કરવી પડી હતી
રેલવે બોર્ડે 23 નવેમ્બર 2020ના રોજ નવી દિલ્હીથી લખનૌ વચ્ચે તેજસ એક્સપ્રેસ અને 24 નવેમ્બરના રોજ મુંબઇ અને અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ બંધ કરી દીધી હતી. તે દરમિયાન તેજસ એક્સપ્રેસ બંધ થવાનું કારણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો હોવાનું જણાવાયું હતું.
અત્યારે ચાર રૂટ પર તેજસ એક્સપ્રેસ ચાલે છે
અત્યારે તેજસ એક્સપ્રેસ ચાર રૂટ ઉપર દોડે છે. તેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-કર્માલી અને ચેન્નાઈ એગમોર-મદુરાઇ જંકશન તેજસ એક્સપ્રેસનું સંચાલન ભારતીય રેલવે કરે છે. જ્યારે લખનઉ-નવી દિલ્હી અને મુંબઇ મધ્ય-અમદાવાદ વચ્ચેની તેજસ એક્સપ્રેસ IRCTC દ્વારા સંચાલિત છે.
વંદે ભારત એક્સપ્રેસ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે
નવી દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ 15 ફેબ્રુઆરીથી તેજસ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસના રેકમાં રિપેરિંગ કામને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા 31 માર્ચ સુધી રહેશે. ઉત્તર રેલવેએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. તેજસ એક્સપ્રેસનું સંચાલન ભારતીય રેલવે કરશે.
અત્યારે માત્ર કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ ચાલી રહી છે
રેલવેએ ગયા વર્ષે કોરોનાને કારણે ટ્રેનોનું સંચાલન બંધ કર્યું હતું, પરંતુ હવે ધીમે-ધીમે ટ્રેનો શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ફક્ત સ્પેશિયલ ટ્રેનો જ દોડાવવામાં આવી રહી છે. અત્યારે મુંબઇના વેસ્ટર્ન રેલવે રૂટ ઉપર 704 લોકલ ટ્રેનો દોડી રહી છે, જેના દ્વારા લગભગ 3.95 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સેન્ટ્રલ રેલવે રૂટ ઉપર પણ 706 લોકલ ટ્રેનો દોડે છે, જેના કારણે લગભગ 4.57 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.