વિઝા / પર્યટકો માટે શ્રીલંકાએ એપ્રિલ 2020 સુધી ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા લંબાવી

Sri Lanka extends 'Visa on Arrival' facility for tourists by April 2020

  • ભારતીય નાગરીકો વિઝા વગર શ્રીલંકા ફરવા જઈ શકશે
  • શ્રીલંકાએ ઓગસ્ટમાં આ યોજનાને ફરીથી શરૂ કરી તેમાં ભારતને પણ સામેલ કરવામાં આવ્યું
  • અહીં આવનાર ભારતીય પર્યટકોની સંખ્યા પણ વધારે હોય છે

Divyabhaskar.com

Jan 04, 2020, 01:06 PM IST

ટ્રાવેલ ડેસ્ક. શ્રીલંકા એક ટાપુ દેશ છે કે જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરના અંતર પર સ્થિત છે. જો તમે શ્રીલંકા જવાનું પ્લાન કરી રહ્યા હો તો ત્યાં તમે વગર વિઝાએ ત્યાં ફરવા જઈ શકો છો. કેમ કે, શ્રીલંકા ભારતીય નાગરીકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપી રહ્યું છે.

હકીકતમાં શ્રીલંકાએ ભારત સહિત 48 દેશોના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા 30 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. શ્રીલંકાના પર્યટન મંત્રી પ્રસન્ના રાનતુંગાના જણાવ્યા પ્રમાણે, ‘અમે વિવિધ સંબંધિત પક્ષોની વિનંતીથી સુવિધા વધારવાનો નિર્ણય લીધો છે. આ અંગે કેબીનેટ દસ્તાવેજો રજૂ કરવામાં આવશે.’ શ્રીલંકાના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના પાંચ ટકા હિસ્સો પર્યટન છે.

શ્રીલંકામાં ઇસ્ટરના પ્રસંગે થયેલા આતંકવાદી હુમલા બાદ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. શ્રીલંકાએ ગત વર્ષે એપ્રિલમાં 39 દેશોના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા નાબૂદ કરી દીધી હતી. બાદમાં જ્યારે શ્રીલંકાએ ઓગસ્ટમાં આ યોજનાને ફરીથી શરૂ કરી તો આ દેશોમાં ચીન અને ભારતને પણ સામેલ કરવામાં આવ્યા હતા. શ્રીલંકા પર્યટકોમાં ખૂબ પ્રખ્યાત છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવનાર ભારતીય પર્યટકોની સંખ્યા પણ વધારે હોય છે.

X
Sri Lanka extends 'Visa on Arrival' facility for tourists by April 2020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી