સસ્તી હવાઈ મુસાફરી:સ્પાઇસ જેટની સ્પેશિયલ ઓફર; માત્ર 899 રૂપિયામાં હવાઇ મુસાફરી કરી શકાશે, બુકિંગ શરૂ

2 વર્ષ પહેલા
  • કંપની મુસાફરોને આકર્ષિત કરવા માટે 'બુક બેફ્રિક સેલ' લઈને આવી છે
  • બુધવારથી એટલે કે 13 જાન્યુઆરીથી ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે

જો તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરવા માગો છો તો તમારા માટે સ્પાઈસજેટ સ્પેશિયલ ઓફર લઈને આવી છે. બજેટ એરલાઈન કંપની મુસાફરોને આકર્ષિત કરવા માટે 'બુક બેફ્રિક સેલ' (Book Befikar Sale) લઈને આવી છે. તેના અંતર્ગત તમે માત્ર 899 રૂપિયામાં હવાઈ મુસાફરીની મજા લઈ શકશો. આ સેલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ માટે જ છે.

બુધવારથી બુકિંગ શરૂ
બુક બેફ્રિક સેલ અંતર્ગત બુધવારથી એટલે કે 13 જાન્યુઆરીથી ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. બુકિંગ 17 જાન્યુઆરી 2021ના રોજ બંધ થઈ જશે. સેલ અંતર્ગત ટિકિટ બુકિંગ પર 1 એપ્રિલ 2021થી 30 સપ્ટેમ્બર 2021ની વચ્ચે મુસાફરી કરી શકાય છે.

વાઉચરની કિંમત ટિકિટના બેઝ ભાડા જેટલી હશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, વાઉચરની કિંમત બુક કરવામાં આવેલી ટિકિટના બેઝ ભાડા જેટલી હશે. કંપનીએ જણાવ્યું કે, મુસાફરો જ્યારે પણ સેલ ઓફર અંતર્ગત ટિકિટનું બુકિંગ કરશે તેને બુકિંગ દીઠ મહત્તમ 1,000 રૂપિયાનું વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુકિંગ માટે કરી શકાય છે.