તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીથી મુંબઈ અને કોલકાતા રૂટ પર ચાલનારી તમામ ટ્રેનોની સ્પીડ વધશે, પ્રવાસ 10 કલાકનો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્કઃ દિલ્હી-મુંબઇ-કોલકાતા રુટ પર ચાલી રહેલી ટ્રેનની ઝડપ ટૂંક સમયમાં જ વધશે. મુસાફરોનો સમય બચાવવા રેલવે મંત્રાલયે આ પગલું ભર્યું છે. આ માટે રેલવે ઇંફ્રાસ્ટ્રક્ચર પણ અપગ્રેડ કરી રહી છે. યોજના અંતર્ગત નવી દિલ્હી-મુંબઇ રાજધાની એક્સપ્રેસ અને નવી દિલ્હી-કોલકાતા રાજધાની એક્સપ્રેસની સ્પીડ વધશે. રેલવેના જણાવ્યા અનુસાર, સ્પીડમાં વધારો થયા બાદ પ્રવાસ પૂરો થવાના સમયમાં આશરે 5 કલાક ઓછા લાગશે. અત્યારે રાજધાની ટ્રેન દ્વારા નવી દિલ્હીથી મુંબઈ જવામાં 15 કલાક 30 મિનિટ લાગે છે. આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેમજ દિલ્હીથી કોલકાતાથી હાવડા જવામાં અત્યારે 17 કલાકનો સમય લાગે છે.

દિલ્હી-કોલકાતા રૂટ 6,685 કરોડ રૂપિયામાં અપગ્રેડ થશે
સરકાર દિલ્હી-મુંબઇના રૂટનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે 6,806 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની છે. તેમજ, દિલ્હી-કોલકાતાના રૂટ પર સરકાર દિ6,685 કરોડ રૂપિયા ખર્ચ કરશે. દિલ્હી-હાવડાના રૂટમાં જ કાનપુર-લખનઉનો રૂટ પણ સામેલ કરવામાં આવશે. એટલે કે આ રૂટનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ફેરફાર કરવામાં આવશે.

4 ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ શરૂ થશે
લખનઉ અને નવી દિલ્હી વચ્ચે ચાલનારી IRCTCની તેજસ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ 4 ઓક્ટોબરથી થશે. આ ટ્રેનને રવાના કરવા 4 ઓક્ટોબરે યોગી આદિત્યનાથ લખનઉમાં લીલો ઝંડો ફરકાવશે. ટ્રેનનું કોમર્શિયલ રનિંગ 5 ઓક્ટોબરથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...