સુવિધા / અમદાવાદથી વિશેષ પૂજા સ્પે. ટ્રેનો દોડાવવાની રેલવેની જાહેરાત

Special Worship Special from Ahmedabad. Advertisement of Train Running Railway

  • પશ્ચિમ રેલવેએ અમદાવાદથી પસાર થનારી વિશેષ પૂજા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી 
  • અમદાવાદ-એમજીઆર ચેન્નઈ વિશેષ ટ્રેન અમદાવાદથી દર સોમવારે સવારે 9.40 વાગે ઉપડશે
  • સુવિધા એક્સપ્રેસના નામે શરૂ કરી પેસેન્જરો પાસેથી ફ્લેક્સી ફેર વસૂલાશે

Divyabhaskar.com

Oct 03, 2019, 01:39 PM IST

ટ્રાવેલ ડેસ્ક. પશ્ચિમ રેલવેએ અમદાવાદથી પસાર થનારી વિશેષ પૂજા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર હેઠળ સીટો વેચાતી જશે તેમ તેમ ભાડું વધતું જશે. રેલવે ઓક્ટોબર-નવેમ્બરે વાયા અમદાવાદ દોડનારી ટ્રેનોમાં બાંદ્રા-ભગત કી કોઠી દ્વિ સાપ્તાહિક ટ્રેન બાંદ્રાથી દર સોમવાર અને ગુરુવારે બપોરે 1.05 વાગે ઉપડી બીજા દિવસે સવારે 8.20 વાગે ભગત કી કોઠી પહોંચશે.

અમદાવાદ-એમજીઆર ચેન્નઈ વિશેષ ટ્રેન અમદાવાદથી દર સોમવારે સવારે 9.40 વાગે ઉપડી બીજા દિવસે સાંજે 5.10 વાગે પહોંચશે. રાજકોટ - નાગપુર વિશેષ ટ્રેન રાજકોટથી દર મંગળવારે રાતે 10 વાગે ઉપડી બીજા દિવસે રાતે 10.15 વાગે નાગપુર પહોંચશે. હાપા - સાંત્રાગાછી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન હાપાથી દર સોમવારે સવારે 10.40 વાગે ઉપડી બુધવારે સવારે 5.45 વાગે સાંત્રાગાછી પહોંચશે.

X
Special Worship Special from Ahmedabad. Advertisement of Train Running Railway
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી