રેલવે / મહાકાલના દર્શન માટે અલ્હાબાદથી સ્પેશિયલ ટ્રેન દોડશે, દર ગુરુવારે સવારે 10.10 વાગ્યે ઉપડશે

Special train from Allahabad to Mahakal, departs every Thursday at 10.10 am

Divyabhaskar.com

Jul 29, 2019, 11:33 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ શ્રાવણના મહિનામાં ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. તેને ધ્યાનમાં રાખીને, ઉત્તર મધ્ય રેલવેએ ભક્તોની સગવડતાને જોતાં અલ્હાબાદથી ઉજ્જૈન થતા ડો. આંબેડકર નગર (મહુ) માટે સ્પેશિયલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. ટ્રેન નંબર 04119/041120 અલ્હાબાદ રેલવે સ્ટેશનથી દર ગુરુવારે સવારે 10.10 વાગ્યે 31 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે.

પરત ફરવામાં ટ્રેનનું શિડ્યૂલ
પરત ફરવામાં ડો. આંબેડકર નગરથી આ વિશેષ ટ્રેન દર શુક્રવારે સવારે 11 વાગ્યે દોડાવવામાં આવશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 5:30 વાગ્યે ડો. આંબેડકર નગર પહોંચશે. આ ગાડી 1 નવેમ્બર 2019 સુધી કુલ 15 ટ્રીપ મારશે.

રસ્તામાં સ્પેશિયલ ટ્રેન આ સ્ટેશને રોકાશે
આ ટ્રેન રસ્તામાં અલ્હાબાદ, શંકરગઢ, માનિકપુર, ચિત્રકૂટ ધામ, બાંદા, મહોબા, ઝાંસી, લલિતપુર, બીના, વિદિસા, સંત હૃદારામનગર, શુજલપુર, મક્સી, ઉજ્જૈન, દેવાસ, ઈંદોર જંક્શન અને ડો.આંબેડકર સ્ટેશન પર રોકાશે.

X
Special train from Allahabad to Mahakal, departs every Thursday at 10.10 am
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી