ઓફર / ઉત્તરાંચલ ફરવા માટે IRCTC દ્વારા સ્પેશિયલ 'ઉત્તરાંચલ ડિલાઈટ' પેકેજ, ભાડું રૂ.25,205થી શરૂ

Special offer by IRCTC to travel to Uttarakhand, fare Rs. 22,473

Divyabhaskar.com

Jul 31, 2019, 08:14 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઉત્તરાચંલ એક એવી ખૂબસૂરત જગ્યા છે જ્યાં કોઈપણ સીઝનમાં ફરવા જઈ શકાય છે. વરસાદ બાદ અહીંના કેટલાંક વિસ્તારોની સુંદરતા અનેકગણી વધી જાય છે. ગરમી અને જોરદાર ઠંડીની સીઝન અહીં ફરવા માટેનો બેસ્ટ સમય છે. જો તમે ગરમીની શરૂઆતમાં ઉત્તરાખંડ જવાનો પ્લાન બનાવી રહ્યા હો અને કોઈ કારણને લીધે ફરવા જવાનું કેન્સલ થયું હોય તો અત્યારે તમે જઈ શકો છો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ઉત્તરાખંડ જવા માટે શાનદાર પેકેજની ઓફર આપી રહ્યું છે, જેમાં જિમ કાર્બેટ નેશનલ પાર્ક, રાનીખેત અને નૈનીતાલ ફરી શકો છો. આ પેકેજ 6 રાત અને 7 દિવસ માટેનું છે. આ પેકેજનું નામ ‘ઉત્તરાંચલ ડિલાઈટ’ છે. આ પેકેજની શરૂઆત 17,444 રૂપિયાથી થાય છે.

પેકેજની સમગ્ર માહિતીઃ

Package Name Uttaranchal Delight
Destination Covered Jim Corbett and Nainital
Travelling Mode By 3 tier AC Ex-Ahmedabad
Frequency (Date) Every Saturday
Meal Plan MAP (Breakfast & Dinner)

આઈઆરસીટીસી સ્ત્રોત.

પહેલો દિવસ
અમદાવાદથી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નંબર 12957) સાંજે 17.55 કલાકે ઉપડશે અને દિલ્હી પહોંચાડશે.

બીજો દિવસઃ દિલ્હીથી કોર્બેટ

દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનનું આગમન સવારે 9.05 વાગે થશે. ત્યાંથી હોટેલ પર જઈને ચેકઈનની વિધિ પતાવવાની રહેશે. ફ્રેશ થયા બાદ હોટેલથી ચેકઆઉટ કરીને જિમ કોર્બેટ જવા રવાના થવાનું રહેશે. રસ્તામાં ગર્જિયા દેવી મંદિરનાં દર્શન કરાવવામાં આવશે. ત્યાં પહોંચ્યા બાદ હોટેલમાં ચેકઈન કરીને ઓવરનાઈટ સ્ટે.

ત્રીજો દિવસઃ જિમ કોર્બેટ

અહીં સવારે નાસ્તો કર્યા બાદ કોર્બેટ મ્યુઝિયમ, કોર્બેટ વોટરફોલ, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન-જીપ સફારી, ડિનર અને હોટેલમાં સ્ટે.

ચોથા દિવસે- જિમ કોર્બેટ-નૈનિતાલ

સવારે નાસ્તો કર્યા બાદ નૈનિતાલ જવા પ્રસ્થાન. હોટલમાં ચેકઈન. સાંજે નૈની લેકમાં બોટ રાઈડ. ડિનર અને રાતે હોટેલમાં સ્ટે.

પાંચમા દિવસેઃ નૈનિતાલ

સવારે નાસ્તો કર્યા બાદ ભીમતાલ તળાવ, નૌકુચિયાતાલ, સાતતાલની મુલાકાત. સાંજે હોટેલ પરત. આખી રાત હોટેલમાં રોકાણ.

છઠ્ઠા દિવસેઃ નૈનિતાલ-રાનીખેત

બ્રેકફાસ્ટ બાદ રાનીખેત જવા રવાના. હોટેલમાં ચેકઈન કરવામાં આવશે.રાનીખેતમાં કૈચી ટેમ્પલ, કુંમાઉ રેજિમેન્ટ શહીદ સ્મારક, ગોલ્ફ કોર્સની મુલાકાત.આખી રાત હોટેલમાં સ્ટે.

સાતમો દિવસઃ અલમોડા

સવારે નાસ્તો કર્યા બાદ સુંદર હિલ સ્ટેશન અલમોડા લઈ જવામાં આવશે. આ સુંદર હિલ સ્ટેશન પર ફરવાલાયક સ્થળોની મુલાકાત. ત્યારબાદ નૈનિતાલ હોટેલમાં પાછા આવી આખી રાત હોટેલમાં સ્ટે.

આઠમો દિવસઃ નૈનિતાલ-દિલ્હી

સવારે નાસ્તો કર્યા બાદ દિલ્હી માટે રવાના. દિલ્હીથી અમદાવાદ માટે ટ્રેન નંબર 12958 સાંજે 19.55 વાગે ઉપડશે

નવમો દિવસઃ અમદાવાદ

9.40 કલાકે અમદાવાદમાં આગમન.

એક રૂમમાં સિંગલ ઓક્યુપન્સીનું ભાડું 38,990 રૂપિયા છે. ડબલ ઓક્યુપન્સીનું ભાડું 26, 820 રૂપિયા છે, જ્યારે ટ્રિપલ ઓક્યુપન્સી માટે તમારે 25,205 રૂપિયા ચૂકવવા પડશે.પાંચ વર્ષના ઉપરના બાળકોની અલગથી ફી ચૂકવવાની રહેશે. આ પેકેજમાં ટ્રેનમાં થર્ડ એસીમાં મુસાફરી, હોટેલમાં સ્ટે, 6 બ્રેકફાસ્ટ, 6 ડિનર, રેલવે સ્ટેશન ટ્રાંસફરનો સમાવેશ થાય છે.વધું માહિતી માટે ક્લિક કરો: https://www.irctctourism.com/pacakage_description?packageCode=WAR005

X
Special offer by IRCTC to travel to Uttarakhand, fare Rs. 22,473
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી