ફેરફાર / સાઉદી અરબે ટૂરિસ્ટ વીઝા પોલિસીમાં ફેરફાર કર્યો, હવે અનમેરિડ કપલ પણ હોટલમાં એકસાથે રહી શકશે

Saudi Arabia changes tourist visa policy, now unmarried couples can stay in hotels

Divyabhaskar.com

Oct 07, 2019, 12:32 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ સાઉદી અરેબિયાએ પર્યટનને પ્રોત્સાહન આપવા વિઝા પોલિસીમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત હવે વિદેશી પ્રવાસીઓ લગ્ન કર્યા વગર એક રૂમમાં એકસાથે રહી શકશે. અત્યાર સુધી સાઉદીમાં માત્ર પરિણીત દંપતીઓને જ ફક્ત એક રૂમમાં રહેવાની મંજૂરી હતી. જો કે, સાઉદી અરેબિયાના સ્વદેશી લોકોને આ નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં નથી આવી. તેનો અર્થ એ કે સાઉદી અરેબિયાના યુગલોએ હજી પણ એકસાથે એક રૂમમાં રહેવા માટે લગ્નના ડોક્યૂમેન્ટ્સ બતાવવા પડશે.

અગાઉ પરિણીત યુગલો જ રૂમ બુક કરી શકતા હતા
અગાઉ જો કોઈ કપલના લગ્ન ન થયા હો તો તેમને રૂમમાં એકસાથે રહેવાની પરવાનગી નહોતી. તેનાથી સાઉદી અરેબિયાના પર્યટન પર નકારાત્મક અસર પડી હતી. સાઉદીના પર્યટન અને નેશનલ હેરિટેજ મંત્રાલયના નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાના નાગરિકોએ હોટલ ચેકિંગ દરમિયાન ફેમિલી ID અથવા સંબંધના પુરાવા બતાવવા પડશે.

મહિલાઓ રૂમ બુક કરાવી શકશે
સાઉદી અરેબિયાના પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, બધી મહિલાઓ ID બતાવીને હોટલમાં રૂમ બુક કરાવી શકે છે. આ નિયમ સાઉદી મહિલાઓ માટે પણ રહેશે. મંત્રાલય વતી મહિલા પ્રવાસીઓને સંપૂર્ણ રીતે પોતાને કવર કરવામાં છૂટ આપવામાં આવી છે. પરંતુ આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ‘મર્યાદિત કપડાં’ પહેરે એવી અપેક્ષા છે.

X
Saudi Arabia changes tourist visa policy, now unmarried couples can stay in hotels
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી