• Home
  • Lifestyle
  • Travel
  • Sabarmati Bhagat Ki Kothi Express will start today, run all day except Sunday and Wednesday

ન્યૂ ટ્રેન / સાબરમતી - ભગત કી કોઠી એક્સપ્રેસ આજથી શરૂ થશે, રવિવાર અને બધુવાર સિવાય તમામ દિવસ દોડશે

Sabarmati - Bhagat Ki Kothi Express will start today, run all day except Sunday and Wednesday

  • ટ્રેનની રેગ્યુલર સર્વિસ 10 ઓક્ટોબરથી કરાશે
  • સપ્તાહમાં પાંચ દિવસ દોડશે, બુકિંગ શરૂ કરાયું

Divyabhaskar.com

Oct 08, 2019, 10:28 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ રેલવે બોર્ડની માર્ચમાં મળેલી મંજૂરી બાદ આખરે સપ્તાહમાં પાંચ દિવસ દોડનાર સાબરમતી - ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેન 8 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે આ ટ્રેનની રેગ્યુલર સર્વિસ 10 ઓક્ટોબરથી શરૂ કરાશે. જેનું બુકિંગ રેલવે રિઝર્વેશન કેન્દ્રોની સાથે આઈઆરસીટીસી વેબસાઈટ પર પણ શરૂ કરી દેવાયું છે.

સાબરમતી - ભગત કી કોઠી એક્સપ્રેસ 8 ઓક્ટોબરે શરૂ થયા બાદ પહેલો ફેરો સ્પેશિયલ ટ્રેન તરીકે હશે. આ ટ્રેન ભગત કી કોઠીથી મંગળવારે સવારે 9.30 વાગ્યે ઉપડી સાંજે 6.35 વાગ્યે સાબરમતી (ધર્મનગર) પહોંચશે. પરત ફરતા સાબરમતીથી આ ટ્રેન રાતે 9.00 વાગ્યે ઉપડી સવારે 6.55 વાગ્યે ભકત કી કોઠી પહોંચશે.

જ્યારે 10 ઓક્ટોબરથી શરૂ થનાર આ ટ્રેનની નિયમિત સેવા બાદ રવિવાર અને બુધવાર સિવાય આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે દોડશે. ભગત કી કોઠીથી આ ટ્રેન સવારે 5:00 વાગ્યે ઉપડશે જ્યારે સાબરમતીથી સાંજે 5:20 વાગ્યે ઉપડશે. LHB કોચ સાથે દોડનારી આ ટ્રેન લુણી, સમદડી, મલકાસર, ઝાલોર, મારવાડ, વગરા, મદિરણ, મારવાડ શ્રીનમાલ, રાનીવાડા, ધાનેરા, ભીલડી, પાટણ અને મહેસાણા સ્ટેશને ઊભી રહેશે.

X
Sabarmati - Bhagat Ki Kothi Express will start today, run all day except Sunday and Wednesday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી