• Home
  • Lifestyle
  • Travel
  • Rest rooms can be booked for 3 6 hours at the railway station, Rest rooms management will now have IRCTC

સુવિધા / રેલવે સ્ટેશન પર 3-6 કલાક સુધી રેસ્ટ રૂમ બુક થઈ શકશે, સંચાલન હવે IRCTC કરશે

Divyabhaskar.com

Jun 06, 2019, 09:11 AM IST
Rest rooms can be booked for 3-6 hours at the railway station, Rest rooms management will now have IRCTC

  • અમદાવાદ-વડોદરામાં રેસ્ટ રૂમની સુવિધા વધારાશે 
  • પેસેન્જરો 3, 6, 9 અને 12 કલાક માટે રૂમ બુક કરાવી શકશે
  • વડોદારા સ્ટેશન પર 3 રૂમની કામગીરી ચાલુ છે

ટ્રાવેલ ડેસ્ક.અમદાવાદ સહિત મુખ્ય સ્ટેશનો પર આવેલા રિટાયરિંગ રૂમમાં પેસેન્જરો માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે તેનું સંચાલનની જવાબદારી હવે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને સોંપવામાં આવી છે. અમદાવાદ અને વડોદારા સ્ટેશન પર આઈઆરસીટીસી રિટાયરિંગ રૂમ અપગ્રેડ કરશે. આ રૂમ હવે ફરજિયાત 24 કલાકના બદલે 3કે 6 કલાક માટે પણ પેસેન્જરો બુક કરાવી શકશે.

આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં અનેક પેસેન્જરો રેસ્ટરૂમ બુક કરાવતા ફરજિયાત 24 કલાકનો ચાર્જ ચૂકવવો પડે છે. નવા નિયમ મુજબ પેસેન્જરો ફ્રેશ થવા કે આરામ કરવા બુક કરાવવા માંગતા હશે તો તેઓ 3, 6, 9 અને 12 કલાક માટે રૂમ બુક કરાવી શકશે.

ચાર રૂમ જુલાઈમાં અપગ્રેડ કરી દેવાશે

અમદાવાદ રેલવે સ્ટેશન પર 13 રેસ્ટ રૂમમાંથી અત્યારે 7 રૂમ અપગ્રેડની કામગીરી ચાલી રહી છે, જેમાંથી 4 રૂમ જુલાઈમાં તૈયાર થશે. બાકીના રૂમ દિવાળી સુધી તૈયાર થશે. વડોદારા સ્ટેશન પર 3 રૂમની કામગીરી ચાલુ છે. સુરત, રાજકોટ, મહેસાણા, વીરમગામ, ગાંધીધામ, દ્વારકા, સોમનાથ સહિતના સ્ટેશન પર રેસ્ટ રૂમ પણ અપગ્રેડ કરાશે.

X
Rest rooms can be booked for 3-6 hours at the railway station, Rest rooms management will now have IRCTC
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી