• Home
  • Lifestyle
  • Travel
  • Ramayana Express to visit mythological sites connected with Bhagwan Ram, tour begins in November

ટૂર / રામાયણ એક્સપ્રેસ ભાગવાન રામ સાથે જોડાયેલ પૌરાણિક સ્થળોના દર્શન કરાવશે, નવેમ્બરમાં પ્રવાસ શરૂ થશે

Ramayana Express to visit mythological sites connected with Bhagwan Ram, tour begins in November

Divyabhaskar.com

Sep 04, 2019, 12:29 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ભારતીય રેલવે ફરી એકવાર શ્રી રામાયણ એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેન મુસાફરોને ભગવાન રામના જીવન સાથે સંકળાયેલ પૌરાણિક સ્થળોની મુલાકાત કરાવશે. આ ટૂરમાં ફ્લાઇટ દ્વારા શ્રીલંકા જવાનો વિકલ્પ પણ મળશે. આ ટ્રેનનો પ્રવાસ 3 નવેમ્બરથી શરૂ થશે. પહેલાંની જેમ જ આ આખી ટૂરનું સંચાલન ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ IRCTCના ભારત દર્શન પેકેજનો એક ભાગ હશે.

જયપુર અને ઈંદોરથી ટ્રેન શરૂ થશે
પહેલી ટ્રેનનું નામ 'શ્રી રામાયણ યાત્રા' હશે, જે 3 નવેમ્બરના રોજ જયપુરથી ઉપડશે અને દિલ્હી થઈને અયોધ્યા પહોંચશે. બીજી ટ્રેન 'રામાયણ એક્સપ્રેસ' 18 નવેમ્બરના રોજ ઇંદોરથી શરૂ થશે અને વારાણસી થઈને અયોધ્યા પહોંચશે.

શ્રી રામાયણ યાત્રા જયપુરથી શરૂ થશે અને અલવર, રેવાડી, દિલ્હી સફદરજંગ, ગાઝિયાબાદ, મુરાદાબાદ, બરેલી અને લખનઉથી પસાર થશે. ટ્રેનમાં આઠસો મુસાફરો મુસાફરી કરી શકશે.

આ સ્થળોનાં દર્શન કરી શકાશે
રામ જન્મભૂમિ (અયોધ્યા), ભારત મંદિર (નંદીગ્રામ), સીતા માતા મંદિર (સીતામઢી), જનકપુર (નેપાળ), તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર (વારાણસી), સંગમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ (પ્રયાગ), શ્રૃંગી ઋષિ મંદિર ( શ્રૃંગવેરપુર), રામઘાટ અને સતી અનસુઇઆ મંદિર (ચિત્રકૂટ), પંચવટી (નાસિક), અંજનાદ્રી ટેકરી અને હનુમાન જન્મ સ્થળ (હમ્પી) અને રામેશ્વરમ.

ભાડું કેટલું રહેશે?

  • જયપુરથી શરૂ થતી ટ્રેન દ્વારા ભારત અને નેપાળમાં મુસાફરી કરનારા મુસાફરોએ વ્યક્તિ દીઠ રૂ. 16,065 ભાડું ચૂકવવું પડશે.
  • ઇંદોરથી રવાના થતી ટ્રેનનું ભાડું 17,325 (3 એસી) અને 14,175 (સ્લીપર) નક્કી કરવામાં આવ્યું છે.
  • શ્રીલંકા જતા લોકોને હવાઈ માર્ગે ચેન્નઈથી કોલંબો લઈ જવામાં આવશે. પાંચ દિવસ અને છ રાતનાં શ્રીલંકા ટૂર પેકેજ માટે વ્યક્તિ દીઠ વધારાના રૂ. 36,950 ચૂકવવા પડશે.
  • શ્રીલંકામાં કેન્ડી, નુવારા એલિયા, કોલંબો, નેગોમ્બોમાં રામાયણ કાળથી જોડાયેલા સ્થળોનાં દર્શનની તક મળશે. માત્ર 40 મુસાફરો જ શ્રીલંકા જઈ શકશે.

આ સુવિધાઓ મળશે

  • પ્રવાસ દરમિયાન તમામ મુસાફરોને શાકાહારી ભોજન, રહેવા માટે ધર્મશાળા, મંદિરોની મુલાકાત માટે નોન એસી બસો અને રેલવે દ્વારા સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવશે.
  • સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરોની સાથે IRCTC તરફથી એક ટૂર મેનેજર રહેશે. આ ટ્રેનમાં કુલ 800 મુસાફરો મુસાફરી કરી શકશે. શ્રીલંકા માટે 40 બેઠકો ઉપલબ્ધ રહેશે.
  • 18 નવેમ્બરથી ઇંદોરથી શરૂ થનારી આ ટૂર 14 રાત અને 15 દિવસની રહેશે. આ પ્રવાસ અયોધ્યા, સીતામણી, જનકપુર, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ અને મદુરાઈથી પસાર થશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
Ramayana Express to visit mythological sites connected with Bhagwan Ram, tour begins in November
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી