• Home
  • Lifestyle
  • Travel
  • Rajkot ST to run 60 buses from Friday, it was decided to provide easy transportation to people

સુવિધા / રાજકોટ ST લીલી પરિક્રમા માટે શુક્રવારથી વધારાની 60 બસ દોડાવશે, લોકોને સરળ પરિવહન સુવિધા મળે એ માટે નિર્ણય લેવાયો

Rajkot ST to run 60 buses from Friday, it was decided to provide easy transportation to people

Divyabhaskar.com

Nov 06, 2019, 12:56 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા કરવા દેશ-વિદેશથી ભાવિકોના ટ્રાફિકને પહોંચી વળવા રાજકોટ ST ડિવિઝને આગોતરું આયોજન કર્યું છે અને આગામી તારીખ 8 દેવઊઠી એકાદશીથી તારીખ 12 દેવદિવાળી સુધી 5 દિવસ રાજકોટથી જૂનાગઢ 60 જેટલી બસ રાઉન્ડ ધ કલોક દોડાવવામાં આવશે. તારીખ 8 શુક્રવારના રોજ રાજકોટથી જૂનાગઢ ગિરનાર પરિક્રમા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં એક્સ્ટ્રા ફાળવેલી 60 બસ જ રાઉન્ડ ધ કલોક દોડશે. રાજકોટ ઉપરાંત ગોંડલથી પણ 20 બસ મુકાશે, જે નોન-સ્ટોપ જૂનાગઢ જશે.

રાજકોટ ST ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-ગુજરાત અને દૂર દૂરથી લોકો ગિરનાર પરિક્રમા કરવા આવતા હોય એવા યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવા અને લોકોને સરળ પરિવહન સુવિધા મળી રહે તેમજ લોકોને ઊભા-ઊભા જવું ન પડે તે માટે વધારાની 60 જેટલી મોટી બસ રાજકોટથી સીધી જૂનાગઢ સુધી દોડાવાશે. 5 દિવસ એક્સ્ટ્રા બસો રાજકોટથી જૂનાગઢ વચ્ચે ફેરા કરશે.

X
Rajkot ST to run 60 buses from Friday, it was decided to provide easy transportation to people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી