રેલવે / ભોપાલ થઇને જતી 2 રાજધાની એક્સપ્રેસની ગતિ વધશે, 140ને બદલે 160 કિમી/કલાક સુધી સ્પીડ રહેશે

Rajdhani Express will speed up to 160 km / h instead of 140

Divyabhaskar.com

Sep 10, 2019, 03:58 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ભોપાલ રેલવે વિભાગ રેલવેની 100 દિવસીય યોજના સાથે અહીં હોલ્ટ લઇને જતી બે રાજધાની એક્સપ્રેસ વર્ગની ટ્રેનોની ગતિ સરેરાશ 20 કિમી પ્રતિ કલાક સુધી વધારશે. દિલ્હી-મુંબઇ અને બેંગલુરુ રાજધાની એક્સપ્રેસની સરેરાશ ગતિ 140થી વધારીને 160 કિમી પ્રતિ કલાક કરી દેવામાં આવશે. તેનાથી દિલ્હીની મુંબઇ સુધીની મુસાફરીનો સમય એકથી દોઢ કલાક ઘટી જશે. લગભગ બેથી અઢી કલાકનો મુસાફરીનો સમય દિલ્હીથી બેંગલુરુ વચ્ચે પણ ઘટી જશે. રેલવે તેની 100-દિવસીય આધુનિકીકરણ યોજના અંતર્ગત ટ્રેનોની ગતિમાં તો વધારો કરશે જ, પરંતુ સાથે સમયના પાલન પર પણ સંપૂર્ણ ધ્યાન આપશે. આટલું જ નહીં, હાલમાં જે સ્ટેશનો પાસે ઇન્ટરનેટ સુવિધા નથી ત્યાં ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

રેલવે પ્રવક્તા IA સિદ્દીકીનું કહેવું છે કે, ભોપાલ રેલવે ડિવિઝને પણ 100 દિવસીય યોજનાનો અમલ શરૂ કરી દીધો છે. આ યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષમાં ટ્રેનોનું સંપૂર્ણ સંચાલન લિંક હોફમેન બુશ ટેક્નોલોજીવાળા સ્ટેનલેસ સ્ટીલ કોચ દ્વારા કરવામાં આવશે. સ્લીપર ક્લાસમાં જ દરેક કોચમાં 6થી 8 બર્થ સંખ્યા વધી શકશે.

નવા વર્ષમાં નવી દિલ્હી-હબીબગંજ શતાબ્દી સહિત સમાન વર્ગની અન્ય ટ્રેનોની સરેરાશ ગતિ પણ કલાક દીઠ 160 કિમી સુધીની હશે. આ સાથે દિલ્હી અને ભોપાલ વચ્ચેનો પ્રવાસ આઠને બદલે સાડા છ કલાકનો રહેશે.

જ્યારે 5G આવશે, તત્કાલ આપશે
જે રેલવે સ્ટેશન પર અત્યારે 4G ચાલી રહ્યું છે, ત્યાં 5G આવતા જ તરત જ એ સ્ટેશનો પર તેને અપગ્રેડ કરવાની વાત પણ પ્લાનમાં કહેવામાં આવી છે. આમાં રેલવે વિભાગના ભોપાલ અને હબીબગંજ ઉપરાંત ઇટારસી, બીના જેવા સ્ટેશનો સામેલ છે.

દરેક ટ્રેનનું મોનિટરિંગ
આ યોજના અંતર્ગત માઇક્રો લેવલ પર દરેક ટ્રેનનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. આનાથી ટ્રેનોની પંક્ટ્યૂઆલિટી જાળવવામાં પણ સરળતા રહેશે. જો કે, ભોપાલ રેલવે વિભાગની સમયની પાબંધી અત્યારે પણ 90% કરતા વધુ રહે છે.

આ પણ કરવામાં આવશે
સ્ટેશનોનાં પ્લેટફોર્મની મુસાફરોની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. મુસાફરો અને માલ-સામાનની અવરજવરના અલગ રૂટ હશે. પિક- અપ એન્ડ ડ્રોપ પોઇન્ટ્સના પૂરતી સંખ્યામાં પોઇન્ટ્સ બનાવવામાં આવશે. રિફ્રેશિંગ હોલ અને રેસ્ટ રૂમની સંખ્યા વધારવામાં આવશે.

X
Rajdhani Express will speed up to 160 km / h instead of 140
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી