વાહન પુલિંગ / ખાનગી વાહનોનો ટેક્સીની જેમ ઉપયોગ કરી શકાશે, ટૂંકસમયમાં નોટિફિકેશન જારી થશે

Private vehicles can be used like taxis, notification will be issued in a short time

Divyabhaskar.com

Jul 04, 2019, 09:44 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ટ્રાફિક જામ અને વધતા પ્રદુષણને લીધે સરકાર ટૂંકસમયમાં એક એડવાઈઝરી જારી કરી શકે છે. તમામ રાજ્યોમાં વાહન પુલિંગ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પગલું કર્ણાટક સરકારના નિર્દેશ બાદ લેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે ગત સપ્તાહે કેબ એગ્રિગેટર ઓલા અને ઉબેરની વાહન પુલિંગ સર્વિસને દૂર કરવા આદેશ આપ્યો હતો. તેનું માનવુ છે કે, તેનાથી અન્ય ડ્રાઈવર્સની આવકો પર અસર થાય છે.

ખાનગી વાહનોને પુલિંગની મંજૂરી મળશે

સરકાર દ્વારા લાગૂ થતી ટ્રાન્સપોર્ટ પોલિસીથી આશાવાદ છે કે, ખાનગી વાહનોના પુલિંગને મંજૂરી મળશે. તેમજ લોકો પોતાના ખાનગી વાહનોનો ટેક્સીની જેમ ઉપયોગ કરી શકશે. આ વિચાર ગતવર્ષે જારી કરવામાં આવ્યો હતો. તેમજ વિભિન્ન સરકારી વિભાગોની ભલામણો લેવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી માટે રાષ્ટ્રીય મિશનના પ્રમુખ એજન્ડામાં વાહન પુલિંગ પણ અગત્યનો ભાગ છે. અને અમે બધા રાઈડ શેયરિંગના પક્ષમાં છીએ.

X
Private vehicles can be used like taxis, notification will be issued in a short time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી