ફેસ્ટિવ સીઝન / પ્રાઈવેટ ટ્રેન તેજસનું ભાડું ફ્લાઈટ કરતાં પણ મોંઘું, તેનાથી વધારે ડાયનેમિક ચાર્જ છે

Private Train Tejas fare is more expensive than flight, with a higher dynamic charge
Private Train Tejas fare is more expensive than flight, with a higher dynamic charge

  • તહેવારોના દિવસમાં દેશમાં મુસાફરોની સંખ્યા વધતા તેજસ ટ્રેનની તમામ ટિકિટો બુક થઈ ગઈ
  • મુસાફરો ડાયનેમિક ચાર્જ તરીકે ચેરકાર પર રૂ. 2,015, એગ્ઝિક્યૂટિવ ચેરકાર પર 2,120 રૂપિયા આપી રહ્યા છે

Divyabhaskar.com

Oct 10, 2019, 06:31 PM IST

ટ્રાવેલ ડેસ્ક. તહેવારોની સીઝનમાં ખાસ કરીને દિવાળી અને છઠ દરમિયાન ટ્રેનથી લઈને ફ્લાઇટનાં ભાડાં વધી ગયાં છે. દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસનું ભાડું વર્તમાન ફ્લાઈટનાં ભાડાં કરતાં દોઢ ગણુ વધારે છે. તેમજ સામાન્ય દિવસોમાં ફ્લાઈટના ભાડાની વાત કરીએ તો આ ભાડું ત્રણ ગણું વધારે છે. તેજસની તમામ ટિકિટો બુક થઈ ગઈ છે, આ ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ હોતી નથી. તે ઉપરાંત સામાન્ય દિવસોની સરખામણીમાં ફ્લાઇટનું ભાડું લગભગ 8 ગણું વધી ગયું છે. તહેવારની સિઝનમાં મોટાભાગના મુસાફરો દિલ્હીથી પૂર્વ તરફ જવાના છે. આ જ કારણ રહ્યું છે કે આ તરફ જતી મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વેશન શરૂ થતાં જ ફુલ થઈ ગયું છે. માગ વધવાની સાથે રાજધાની, શતાબ્દી અને દૂરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનેમિક ચાર્જ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં વધારે ભાડું આપીને લોકોએ રિઝર્વેશન કરાવી રાખ્યું છે. પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનેમિક ચાર્જ બાદ પણ રિઝર્વેશન રેગ્રેટ થઈ ગયાં છે.

રેલવે બોર્ડના જણાવ્યા પ્રમાણે, તહેવારોની સીઝનમાં ઘણા રૂટો પર મુસાફરોની સંખ્યા બમણી થઈ જાય છે. રેલવે પેસેન્જરોને રાહત આપવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવતી હોય છે. તમામ નેટવર્કમાં સરેરાશ પેસેન્જર 25 ટકા વધે છે. સામાન્ય દિવસોમાં દિલ્હી એરપોર્ટનાં ત્રણ ટર્મિનલમાં ટોટલ 40 હજાર પેસેન્જર મુસાફરી કરે છે. તો અહીં તહેવારોની સીઝનમાં પેસેન્જરની સંખ્યા અંદાજે 50 હજાર સુધી પહોંચી જાય છે.

પટના, વારાણસી, કોલકાતા, લખનઉ, રાંચી, જમ્મુ, ભોપાલ, અમૃતસર જેવા રૂટ રાજધાની દિલ્હીથી સૌથી મોંઘા છે. મુંબઈથી અમદાવાદ અને પટના જતા લોકોની સંખ્યા વધારે છે. રેલવે બોર્ડના જણાવ્યા પ્રમાણે, દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ બંને ટ્રેક સૌથી વ્યસ્ત છે. 2021 ડિસેમ્બર સુધી બંને રૂટ પર માગ અનુસાર ટ્રેનો દોડાવવામાં આવી શકે છે. એટલે કે બંને રૂટો પર વેઇટિંગ નહીં હોય. વર્તમાન સમયમાં સૌથી વધારે ભીડ આ રૂટો પર છે.

તેજસમાં ભાડાં કરતાં ડાયનેમિક ચાર્જ વધારે છે

તેજસ ટ્રેનનાં ભાડાં કરતાં ડાયનેમિક ચાર્જ વધારે છે. ચેરકારનું સામાન્ય ભાડું 1,280 રૂપિયા છે, જ્યારે ટિકિટ 3,295 રૂપિયામાં વેચવામાં આવી છે. એટલે કે 2,015 રૂપિયા ડાયનેમિક ચાર્જ લેવામાં આવ્યો છે. તો બીજી તરફ એક્ઝિક્યૂટિવ ચેરકારનું સામાન્ય ભાડું 2,450 રૂપિયા છે જ્યારે દિવાળી પહેલાં 4,570 રૂપિયાના ભાવે ટિકિટો વેચવામાં આવી છે, ડાયનેમિક ચાર્જ તરીકે 2,120 રૂપિયા લેવામાં આવ્યા છે.

X
Private Train Tejas fare is more expensive than flight, with a higher dynamic charge
Private Train Tejas fare is more expensive than flight, with a higher dynamic charge

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી