આશ્ચર્ય / જાપાનમાં લોકો ભાડાની કાર ફરવા માટે નહીં પરંતુ ઊંઘવા માટે હાયર કરે છે

People hire to rent Taxi in Japan, not to travel but Use for rest and meeting purpose

  • લોકો ગેજેટ ચાર્જ કરવા અને ફિલ્મો જોવા માટે પણ કાર ભાડે લે છે
  • જાપાનમાં કાર શેરિંગ સર્વિસ સરેરાશ કરતા સસ્તી હોવાથી લોકપ્રિયતા વધી 
  • લોકો કારમાં જ મિટિંગ-ગપશપ કરે છે, તેમને એકાંત મળે છે

Divyabhaskar.com

Jul 10, 2019, 09:19 AM IST

ટ્રાવેલ ડેસ્ક. જાપાનમાં કાર શેરિંગ સર્વિસ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. મતલબ કે કાર ભાડે લો અને મનમરજીથી વાપરો. ભાડું પણ સાવ ઓછું છે. એક કલાકના આશરે 8 ડોલર (અંદાજે 560 રૂપિયા) થાય. અનોખી વાત એ છે કે, મોટાભાગના જાપાની ભાડાના કારનો ઉપયોગ ફરવા માટે નથી કરતા પરંતુ તેઓ કાર રસ્તાના એક છેડે પાર્ક કરી કારનાં એસી અને ઓડિયો-વીડિયો સિસ્ટમનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. કારમાં બેસીને ગેજેટ્સ પણ ચાર્જ કરે છે. કારમાં જ મિત્રો સાથે મીટિંગ અને ગપશપ કરે છે અને મનપસંદ ફિલ્મો પણ જુએ છે.

ઘણા લોકો તો ત્રણ-ચાર કલાકની ઊંઘ પણ કારમાં જ પૂરી કરે છે. તેનું કારણ એ છે કે, તેમને આ સારી સુવિધાઓ બહુ ઓછી કિંમતે મળી રહી છે અને એકાંત પણ મળી રહ્યું છે. કાર શેરિંગ સર્વિસ આપનારી ઓરિક્સ ઓટો કોર્પને ગ્રાહકોના આ વિચિત્ર વ્યવહાર અંગે જ્યારે ખબર પડી ત્યારે તેઓ ભાડાની કાર ટ્રેક કરી રહ્યા હતા. તેમને જાણવા માગ્યું કે, કાર ભાડે લઇ ગયા પછી ચલાવવામાં જ નથી આવતી તો ગ્રાહકો આટલા કલાકનું ભાડુ શા માટે આપે છે?

કંપનીએ પોતાના અઢી લાખથી વધુ ગ્રાહકોનો ડેટા જોયો. આવા જ પ્રકારની સેવા આપતી બીજી કંપનીઓ સાથે વાત પણ કરી, તો જાણવા મળ્યું કે તેમને ત્યાં પણ ગ્રાહકો આવી જ રીતે વર્તી રહ્યા છે. જણાયું કે ઘણા લોકો તો કારનો ઉપયોગ અન્ય ઘણા હેતુ માટે કરી રહ્યા હતા. એક ગ્રાહકે કહ્યું કે તેને એટલી ઓછી કિંમતે કાર મળે છે કે તે પોતાના મિત્રોને સાયબર કાફેને બદલે કારમાં જ મળે છે. કારના એકાંત વાતાવરણમાં મિત્રો સાથે ગપશપ પણ થઇ જાય છે અને કારથી જ ઘરે ચેટ કરી લે છે. એક અન્ય ગ્રાહકે કહ્યું કે તેને ઓફિસેથી મળતી થોડા કલાકની રજાનો ઉપયોગ તે ભીડવાળા રેસ્ટોરન્ટમાં જવાને બદલે કારમાં જ એક ઝોકું લઇ અને લંચ લેતા વિતાવવાનું વધુ પસંદ કરે છે.

ગીત અને અંગ્રેજી શીખવા માટે પણ કાર ભાડે લે છે

ભાડે કાર આપતી કંપની ડોકોમોએ પણ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, કેટલાક લોકો કારનો ઉપયોગ ટીવી જોવા, હેલોવીન (ભૂત બની ડરાવવા), તૈયાર થવા, ગીતો શીખવા, અંગ્રેજીમાં વાતચીત કરવા માટે કરે છે. કેટલાક તો મોઢું બનાવવા-બગાડવાની એકસરસાઇઝ માટે આ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. કારમાં તેમને આ બધી સુવિધા મળી રહે છે અને તેમને એકાંત મળતો હોવાથી તેનો ઉપયોગ કરે છે.

X
People hire to rent Taxi in Japan, not to travel but Use for rest and meeting purpose
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી