ટિકિટ બુકિંગમાં રાહત:હવે મુસાફરો ડાયરેક્ટ ગૂગલ પરથી ફ્લાઈટની ટિકિટ બુક કરાવી શકશે; વિસ્તારાએ સુવિધા આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાઈવેટ કંપની વિસ્તારા એરલાઈને શુક્રવારે જણાવ્યું કે, મુસાફરો હવે ડાયરેક્ટ ગુગલ સર્ચ પર જઈને તેમની ફ્લાઈટ સર્વિસ માટે ટિકિટ બુક કરી શકે છે. વિસ્તારાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મુસાફરો હવે ડાયરેક્ટર ગૂગલનો ઉપયોગ કરીને ‘બુક ઓન ગૂગલ’ પર જઈને વિસ્તારાની મુસાફરી માટે ટિકિટ બુક કરી શકશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ગૂગલ પર ફ્લાઈટ્સ સર્ચ કરતી વખતે ગ્રાહક કોઈ અન્ય વેબસાઈટ પર ગયા વગર જ વિસ્તારાની ફ્લાઈટ બુક કરી શકશે.

કોઈપણ સમસ્યા વગર ટિકિટ બુક કરી શકાશે
ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સની માલિકીની એરલાઈનના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોની પાસે વૈકલ્પિક અપગ્રેડ, પ્રી-પરચેજ એડિશન બગેજ, સીટ અને બગેજ સિલેક્શન સહિત અન્ય જાણકારીઓને ગૂગલ પરથી મેળવવી પડશે. કંપનીના ચીફ કમર્શિયલ અધિકારી વિનોદ કન્ને કહ્યું કે, અમને આશા છે કે બુક ઓન ગૂગલના નવા ફીચરથી મુસાફરોને ટિકિટ બુક કરવામાં કોઈ સમસ્યા નહીં થાય. એરલાઈને કહ્યું કે આ નવા ફીચરને એમેડિયસ ( Amadeus)ની સાથે ટેકનોલોજી ભાગીદારી દ્વારા શક્ય બનાવી શકાય છે.

આ રીતે ટિકિટ બુક કરવી

  • વિસ્તારાના અનુસાર, મુસાફરો માટે ગૂગલ પર ટિકિટ બુક કરવાનું સરળ રહેશે.
  • ગ્રાહકોએ તેમની ફ્લાઈટ ટિકિટ બુક કરતા સમયે પોતાનું Google અકાઉન્ટમાં લોગિન કરવું પડશે.
  • તે સેવ કરેલી તમામ જાણકારીને બુકિંગ માટે ઓટોમેટિક ભરી દેશે.
  • ગૂગલ પર સેવ કરવામાં આવેલા પેમેન્ટનો ઓપ્શન ઓટોમેટિક ડિસ્પ્લે થઈ જશે અને અંતમાં પેમેન્ટ પ્રોસેસ સરળતાથી થઈ જશે.
  • તમે બુકિંગ પ્રક્રિયા દરમિયાન એક નવુ ક્રેડિટ/ડેબિટ કાર્ડ પણ જોડી શકો છો.