• Home
  • Lifestyle
  • Travel
  • On January 17, Tejas Express will run from Ahmedabad to Mumbai, if the house is stolen while traveling, Rs. 1 lakh

ન્યૂ ટ્રેન / 17 જાન્યુઆરીએ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈની વચ્ચે દોડશે, મુસાફરી દરમિયાન ઘરમાં ચોરી થશે તો રૂ. 1 લાખનું વળતર મળશે

On January 17, Tejas Express will run from Ahmedabad to Mumbai, if the house is stolen while traveling, Rs. 1 lakh

  • IRCTCએ દેશની બીજી પ્રાઈવેટ ટ્રેનનું શિડ્યુઅલ જારી કરી દીધું છે
  • ઈન્શ્યોરન્સ માટે IRCTCએ લિબર્ટી જનરલ ઈન્શ્યોરન્સની સાથે કરાર કર્યો છે
  • 10 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થશે, અને ઉદ્દઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે

Divyabhaskar.com

Jan 06, 2020, 04:46 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય રેલવેની પેટા કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ દેશની બીજી પ્રાઈવેટ ટ્રેનનું શિડ્યુઅલ જારી કરી દીધું છે. બીજી પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડાવવામાં આવશે. તેનું ઉદ્દઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે, તો બીજી તરફ સામાન્ય લોકો માટે તેની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. ટ્રેનના મુસાફરોને ખાસ સુવિધા આપવામાં આવશે, જેના અંતર્ગત જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને મુસાફરી દરમિયાન તમારા ઘરમાં ચોરી થશે તો તમને 1 લાખ રૂપિયાનું વળતર મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઘરમાં સામાનના ઈન્શ્યોરન્સ માટે તમારે કોઈ અલગ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઈન્શ્યોરન્સ માટે IRCTCએ લિબર્ટી જનરલ ઈન્શ્યોરન્સની સાથે કરાર કર્યો છે. દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન લખનઉથી દિલ્હીની વચ્ચે દોડાવવામાં આવી રહી છે.

10 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થશે
બુકિંગ 10 જાન્યુઆરી બાદ શરૂ થશે. ટ્રેન ગાડી નંબર 82901/82902 અંતર્ગત દોડશે. અમદાવાદથી મુંબઈની વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.40 કલાકે ઉપડશે. બપોરે અંદાજે 1.10 કલાકે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન મુંબઈથી બપોરે 3.40 કલાકે ઉપડશે. રાતે 9.55 કલાકે ટ્રેન અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર સ્ટોપ કરીને મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. સપ્તાહમાં છ વખત આ ટ્રેન દોડાવવામાં આવશે.


ટ્રેન લેટ થવા પર વળતર મળશે
ટ્રેન લેટ થવા પર મુસાફરોને 250 રૂપિયાનું વળતર મળે છે. જો ટ્રેન 1 કલાક લેટ થશે તો 100 રૂપિયા અને 2 કલાક લેટ થવા પર 250 રૂપિયા રિફંડ આપવામાં આવે છે. IRCTCએ તમામ મુસાફરોના મોબાઈલ નંબર પર એક લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરવા પર યાત્રી ક્લેમ માટે દાવો કરી શકે છે. ક્લેમ મળ્યા બાદ ઈન્શ્યોરન્સ કંપની ક્લેમની રકમ ચૂકવે છે. IRCTC દિલ્હી-લખનઉની વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનાર યાત્રીઓને 25 લાખ રૂપિયાનો રેલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ ફ્રીમાં આપે છે.

X
On January 17, Tejas Express will run from Ahmedabad to Mumbai, if the house is stolen while traveling, Rs. 1 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી