તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Travel
  • Now You Have To Pay Extra Rs 100 To Check in At Indigo Airport, Other Companies Are Likely To Introduce This Rule In The Future.

એક્સ્ટ્રા ચાર્જ:હવે ઇન્ડિગો એરપોર્ટ પર ચેક-ઇન કરવા માટે એક્સ્ટ્રા 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં આ નિયમ લાવે એવી શક્યતા

દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે એરલાઇન કંપનીઓ સીટ માટે પણ અલગથી ચાર્જ વસૂલે છે. આ રેટ 49 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધી છે
  • વેબ ચેક-ઇન વખતે તમે એ જ બોર્ડિંગ પાસ પર પ્રવાસ કરી શકો છો જે ઇ-મેલ અથવા મોબાઇલ ફોન પર આવે છે

દેશની અગ્રણી એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ મુસાફરો પર નવા પ્રકારનો ચાર્જ લાદી દીધો છે. કંપનીએ કહ્યું કે હવેથી જો કોઈ મુસાફર એરપોર્ટ પર ઈન્ડિગોના કાઉન્ટર પર ચેક-ઇન કરે તો તેણે 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. કંપનીના આ પગલાંને આવક માટેની નવી રીત તરીકે જોવામાં આવી રહ્યું છે.

અન્ય કંપનીઓ પણ લાગુ કરી શકે છે
જો કેસ માનવામાં તો એવું પણ આવી રહ્યું છે કે હવે અન્ય એરલાઇન્સ કંપનીઓ પણ આગામી દિવસોમાં તેનો અમલ કરી શકે છે. એવિએશન મિનિસ્ટ્રીએ મે મહિનામાં એરપોર્ટ પર એન્ટ્રી માટે મુસાફરોને વેબ ચેક-ઇન કરવું ફરજિયાત બનાવી દીધું હતું. જે મુસાફરોને વેબ ચેક-ઇન ન મળે તેને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવતો નહોતો. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય તે માટે આ કરવામાં આવ્યું હતું.

વેબ ચેક-ઇન દ્વારા બોર્ડિંગ પાસ મળે છે
જો તમે વેબ ચેક-ઇન કરો તો જ તમને બોર્ડિંગ પાસ આપવામાં આવશે. નવી સિસ્ટમ હેઠળ તમારે બોર્ડિંગ પાસનું પ્રિન્ટઆઉટ પણ કાઢવી પડતી નથી. તમને વેબ ચેક-ઇન વખતે જે બોર્ડિંગ પાસ ઇ-મેલ અથવા મોબાઇલ ફોન પર આવે છે તેની પર જ તમે મુસાફરી કરી શકો છો. ઈન્ડિગોએ કહ્યું છે કે આ નવો ચાર્જ શનિવારથી જ અમલમાં આવ્યો છે.

મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરો
ઈન્ડિગોએ કહ્યું છે કે અમે સરકારી સૂચના મુજબ મુસાફરોને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તેઓ મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરે. કંપનીએ કહ્યું કે બુકિંગ ભલે ગમે ત્યારે કરવામાં આવ્યું હોય ચેક-ઇન ચાર્જ ચૂકવવો પડશે. 25 મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કાર્યરત છે, જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજી બંધ છે.

મિડલ સીટ પર બેસનારા મુસાફરોને ગાઉન મળે છે
નવી સુવિધા હેઠળ, જો તમને ફ્લાઇટમાં મીડલ સીટ મળે તો તમને ગાઉન પણ આપવામાં આવે છે. તે પહેરવું જરૂરી છે. હાલમાં બધા મુસાફરોને સેફ્ટી કીટ આપવામાં આવે છે, જેમાં સેનિટાઈઝર, માસ્ક અને ફેસ શિલ્ડ હોય છે. જો કે, થોડા સમય પહેલાથી જ તમામ એરલાઇન્સ કંપનીઓએ સીટ્સ માટે પણ પૈસા લેવાનું શરૂ કરી દીધું છે. તમારી ટિકિટ બુક કરતી વખતે તમને સીટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. જો તમે મીડલ સીટ સિલેક્ટ કરો તો તમારે ઓછામાં ઓછા 49 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે સાઇડ અથવા વિંડો સીટ પસંદ કરો તો તમારે ઓછામાં ઓછા 149 રૂપિયા ચૂકવવા પડશે.

આ પૈસા ટિકિટ ઉપરાંત ચૂકવવા પડે છે. આ રીતે એરલાઇન્સ વિવિધ પ્રકારના નિયમો લાવીને પૈસા કમાઇ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો