Divyabhaskar.com
Aug 09, 2019, 06:41 PM ISTટ્રાવેલ ડેસ્ક: હવે ટ્રે્નની સફર દરમિયાન જ ચાલુ ટ્રેને શોપિંગની મજા પણ લઈ શકાશે. રેલવે વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે, જે મુજબ હવેથી ટ્રેનમાં સૌંદર્ય પ્રસાધનો, સ્ટેશનરી સહિત અનેક વસ્તુઓની ખરીદી કરી શકાશે. રેલવે દ્વારા આ અંગે ટ્વીટ કરીને જાણકારી અપાઈ હતી.
Ahmedabad Division of Western Railway has started On Board shopping in 12934 Ahmedabad Jn-Mumbai Central Karnavati Express from today. pic.twitter.com/vqlfeU1zcM
— Ministry of Railways (@RailMinIndia) August 8, 2019
અમદાવાદ ડિવિઝનથી શરૂઆત કરાઈ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનથી આ સુવિધાની શરૂઆત કરાઈ છે. અમદાવાદ જંક્શનથી મુંબઈ સેન્ટ્રલ જતી ‘કર્ણાવતી એક્પ્રેસ’માં ગુરુવારથી વેચાણ શરૂ કરવામ આવ્યું છે. કેન્દ્ર સરકાર રેલવેની રૂપરેખા બદલવા માગે છે. તે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનબોર્ડ શોપિંગની સુવિધામાં તમને રેલવે દ્વારા ઘર વપરાશની વસ્તુઓ, સ્કીન કેર, હર કેર, કોસ્મેટિક્સ, હેલ્થ રિલેટેડ આઇટેમ્સ, સ્ટેશનરી સહિતની અનેક વસ્તુઓની ખરીદી MRP પર કરી શકાશે. યાને કે આ વસ્તુઓ પર વધારાનો કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
ઓનલાઈન પેમેન્ટની સુવિધા
શોપિંગ કરેલી વસ્તુની ચૂકવણી માટે રોકડ રકમ ઉપરાંત paytm, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, Google Pay દ્વારા પણ કરી શકાશે. શોપિંગનું લિસ્ટ યાત્રીઓને તેમની મુસાફરી પહેલાં જ આપી દેવામાં આવશે, જેથી તેઓ આરામથી શોપિંગની કરી શકે. રેલવે દ્વારા ઓનબોર્ડ શોપિંગની સુવિધા શરૂઆતના ફેઝમાં ડબલ ડેકર અને કર્ણાવતી એક્સપ્રેસમાં કરવામાં આવી છે, જેમાં અમદાવાદ અને મુંબઈ તરફથી દોડતી ટ્રેનમાં આ સુવિધાનો લાભ ઉઠાવી શકાય છે.