રૂટ / હવે દિલ્હી એરપોર્ટ પહોંચવું સરળ બનશે, ત્રણ નવા બસ રૂટ ઉમેરવામાં આવશે

Now it will be easier to reach Delhi airport, three new bus routes will be added

Divyabhaskar.com

Oct 08, 2019, 11:29 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ આગામી સમયમાં દિલ્હીમાં એરપોર્ટ અને નાઇટ બસ સર્વિસમાં સુધાર લાવવાની યોજના લાગુ કરવામાં આવશે. શહેરમાં બસો સહિત અન્ય પબ્લિક સર્વિસ વ્હીકલના વર્તમાન અને નવા રૂટને લઇને સાયન્ટિફિક સ્ટડીનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપી દેવામાં આવ્યો છે. રિપોર્ટમાં કુલ 36 નવા રૂટ્સ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં એરપોર્ટ બસ સર્વિસ માટે 3 નવા રૂટ પણ સામેલ છે. આ ઉપરાંત, નાઇટ સર્વિસ બસોનો સમય પણ વધારવામાં આવી રહ્યો છે. નાઇટ સર્વિસમાં જ્યાં સામાન્ય રીતે અત્યારે

30 મિનિટમાં બસ મળે છે, તેને 15 થી 20 મિનિટ સુધી કરવામાં આવે એવ ી વાત રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

એરપોર્ટ બસ સર્વિસ માટે ત્રણ નવા રૂટ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં 30 કિલોમીટરનો માર્ગ એરપોર્ટથી આઝાદપુરનો રહેશે. આ સિવાય રિઠાલાથી એરપોર્ટ ટર્મિનલ 2નો નવો સૂચિત બસ માર્ગ 29.6 કિમી અને ટર્મિનલ 3 થી નજફગઢ સુધીનો બસ રૂટ 22 કિમીનો રહેશે. અત્યારે DTCની એરપોર્ટ બસ સેવામાં પાંચ રૂટ સામેલ છે, જેમાં ટર્મિનલ 2થી બદપરપુર, ટર્મિનલ 2થી આનંદ વિહાર ISBT, નોઇડા સેક્ટર 62થી ટર્મિનલ 2, ટર્મિનલ 3થી કાશ્મીરી ગેટ અને એરપોર્ટ ટર્મિનલ 2થી ટીકરી બોર્ડર રૂટનો સમાવેશ થાય છે. આ રીતે, એરપોર્ટ બસ સેવામાં નવા રૂટ ઉમેરવાથી કુલ 8 રૂટ થઈ જશે.

અત્યારે નાઇટ સર્વિસમાં 21 રૂટ્સ પર બસો દોડે છે. આ તમામ માર્ગો લંબાવાઈ રહ્યા છે. રૂટની લંબાઈ વધારવામાં આવશે અને બસ સ્ટોપની સંખ્યા પણ વધારારાશે. આ ઉપરાંત, નાઈટ સર્વિસમાં 10 નવા રૂટ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. 14 નવા બસ રૂટ્સ 15થી 32 કિમીના હશે.

X
Now it will be easier to reach Delhi airport, three new bus routes will be added
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી