સુવિધા / IGI એરપોર્ટ પર વારંવાર બોર્ડિંગ પાસ નહીં બતાવવો પડે, ચહેરો જોતા જ ચેક-ઈન ગેટ ખૂલી જશે

No boarding pass is required to be shown at IGI Airport

  • IGI એરપોર્ટનાં ટર્મિનલ 3 પર આજથી ફેસ રેકગ્નિશન સિસ્ટમ શરૂ
  • સફળ થાય તો બીજાં એરપોર્ટ પર પણ આ સિસ્ટમ શરૂ થશે

Divyabhaskar.com

Sep 06, 2019, 12:40 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટથી ફ્લાઇટમાં બેસનારા લોકો માટે સારા સમાચાર છે. શુક્રવારે અહીં ટર્મિનલ 3થી બાયોમેટ્રિક એનેબલ્ડ સીમલેસ ટ્રાવેલ (BEST) સિસ્ટમ શરૂ થશે. આ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીની મદદથી મુસાફરોને પ્રવેશ મળશે. એટલે કે, મુસાફરને એરપોર્ટમાં પ્રવેશ, સુરક્ષા તપાસ અને વિમાન બોર્ડિંગ સહિત દરેક જગ્યાએ ઓળખ કાર્ડ બતાવવાની જરૂર રહેશે નહીં.

ત્રણ મહિનાના ટ્રાયલ માટે અત્યારે વિસ્તારા એરલાઇનમાં આ સિસ્ટમ લાગુ થશે. જો સફળ થાય તો તેને દેશનાં અન્ય એરપોર્ટ્સ પર લાગુ કરવાની યોજના છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે, આનાથી ચેક-ઇનથી લઇને સુરક્ષા તપાસમાં લાગતો સમય ઘટશે. આ સિસ્ટમમાં રજિસ્ટ્રેશન માટે મુસાફરો પાસેથી સંમતિ લેવામાં આવશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જુલાઈમાં આ સિસ્ટમ શરૂ થઈ ચૂકી છે.

ફેસ રેકગ્નિશન આ રીતે કામ કરે છે
એરપોર્ટ પર એન્ટ્રી ગેટ પહેલા હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. વિસ્તારાથી જતા મુસાફરો ત્યાં તેમની ટિકિટ અને માન્ય ઓળખકાર્ડ લઇને જશે. બંને તપાસ્યા બાદ કેમેરાથી મુસાફરનું ફેસ રેકગ્નિશન કરીને યૂનિક આઈડી કાર્ડ બનાવવામાં આવશે. આ જ ડેસ્ક પર CISFના જવાનો મુસાફરોના ચહેરા સાથે મેચ કરીને ખાતરી કરશે. ત્યારબાદ તે ફોટો કમ્પ્યૂટરમાં સેવ થશે. આ ફોટોવાળું યૂનિક ID, એન્ટ્રી ગેટ, ચેક-ઈન ગેટ અને બોર્ડિંગ ગેટ પર સર્વરની મદદથી જ્યાં કેમેરા લાગ્યા હોય ત્યાં જતું રહેશે. ત્યારબાદ મુસાફરને એરપોર્ટમાં ક્યાંય પણ ID બતાવવાનું રહેશે નહીં.

આ ડોક્યૂમેન્ટ્સ સાથે રાખવા
રજિસ્ટ્રેશન માટે ટિકિટની હાર્ડ અથવા સોફ્ટ કોપી બંનેમાંથી કોઇપણ એક. આ ઉપરાંત, કોઇપણ ઓળખ કાર્ડ જેમ કે, આધાર, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, પાસપોર્ટ વગેરે લઈ સાથે રાખવા આવશ્યક છે.

એર ઈન્ડિયાની નમસ્કાર સેવા આ મહિનાથી શરૂ
એર ઈન્ડિયા તેના મુસાફરોને ટૂંક સમયમાં જ નમસ્કાર સેવા ઉપલબ્ધ કરાવશે. આ અંતર્ગત એરપોર્ટના ગેટ પર કંપનીના કેટલાક કર્મચારી ઊભેલા હશે, જે મુસાફરોને ગેટથી લઇને સીટ પર બેસવા સુધી મદદ કરશે. જો કે, કંપની આ સેવા અત્યારે ફર્સ્ટ ક્લાસના મુસાફરોને ઉપલબ્ધ કરાવી રહી છે. હવે પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ સેવા દિલ્હી એરપોર્ટ પર શરૂ થશે.

X
No boarding pass is required to be shown at IGI Airport
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી