ટિપ્સ / ટ્રાવેલિંગમાં કમ્ફર્ટનેસ સાથે સેફ્ટી જરૂરી, ટ્રિપ દરમિયાન સમજી-વિચારીને કપડાં અને ફૂટવેર પહેરો

Safety Required in Traveling, Wear comfortable Clothes and Footwear During the Trip

Divyabhaskar.com

Nov 11, 2019, 09:00 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ ટ્રાવેલ શબ્દ જ રોમાંચ ભરી દે છે. ટ્રિપ પર જતી વખતે આપણે બહુ બધી તૈયારીઓ કરતા હોઇએ છી એ પણ આ દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ જાણવું પણ જરૂરી છે. પ્રવાસ પર જતી વખતે આપણે ઘણીવાર એ ભૂલી જઇએ છીએ કે શું સાથે લઈ જવાનું છે અને શું નહીં. કંઈ સમજ્યા વિચાર્યા વગર એવા કપડાં કે ફૂટવેર પહેરી લઇએ છીએ જે પ્રવાસમાં અનુકૂળ નથી આવતા. પ્રવાસ આરામદાયક રીતે થાય એ માટે નીચે આપેલી કેટલીક ટિપ્સ જાણીએ.

ટાઇટ જીન્સ
મુસાફરી દરમિયાન ટાઇટ જીન્સ તકલીફ પેદા કરી શકે છે. એક જ સ્થિતિમાં બેસવાથી ટાઇટ જીન્સના કારણે મુશ્કેલી ઊભી થાય છે. જીન્સ દેખાવમાં તો સારું લાગે છે પણ તેને લાંબા સમય માટે પ્રવાસમાં નથી પહેરી શકાતું. તેમજ, પ્રવાસ દરમિયાન રિપ્ડ એટલે કે ફાટેલું જીન્સ પહેરવાનું પણ ટાળવું. મુસાફરી કરતી વખતે લાંબા સમય માટે જીન્સને બદલે ઢીલી પેન્ટ અથવા સ્ટ્રેચેબલ જીન્સ પહેરો.

હાઈ હિલ્સ
પ્રવાસ દરમિયાન ઘણીવાર ઝડપથી ચાલવાનું અને દોડવાનું થાય છે. હિલ્સના કારણે ચાલવામાં પણ સમસ્યા આવતી હોય છે. તેથી, પ્રવાસમાં હળવા ફ્લેટ સેન્ડલ અથવા ફ્લોટર્સ પહેરો. દોરીવાળા જૂતા ન પહેરો. તેને વારંવાર કાઢવા અને પહેરવામાં કંટાળો આવવા લાગે છે.

પ્લેન વ્હાઇટ
ઘણા લોકોને સફેદ કપડાં પહેરવાં બહુ ગમતાં હોય છે. પ્રવાસમાં સફેદ રંગના કપડાં ઝડપથી ગંદા થઈ જાય છે. જો સફેદ પહેરવું જ હોય તો પ્રિન્ટેડ પહેરો. મોટી બેગ્સ પ્રવાસમાં લઈ જવાનું ટાળો. તેને બદલે નાની અને ક્રોસમાં ભરાવાય એવી બેગ્સ લઈ જાઓ. આ ઓછી જગ્યા રોકશે અને સંભાળવામાં પણ સરળ રહેશે. આ બેગને ક્રોસ ભરાવવા પર બંને હાથ પણ છુટ્ટા રહે છે. મોટી હેન્ડ બેગ્સને લાવવા અને લઈ જવામાં સંભાળવી પડે છે.

સ્ટ્રોન્ગ પર્ફ્યૂમ
કેટલાક લોકો સ્ટ્રોન્ગ પર્ફ્યૂમ પસંદ કરે છે. પ્રવાસ દરમિયાન સ્ટ્રોન્ગ પર્ફ્યૂમ ન લગાવો. તેની તીવ્ર સુગંધથી આજુબાજુ બેઠેલાં પેસેન્જર્સને તકલીફ પડી શકે છે. કેટલાક લોકોને તો આવી સુગંધથી એલર્જી પણ હોય છે. તેથી, ટ્રાવેલિંગ દરમિયાન લાઇટ પર્ફ્યૂમ છાંટો.

કોન્ટેક્સ લેન્સ અને હેવી જ્વેલરી
ટ્રિપ દરમિયાન લેન્સને બદલે ચશ્મા વધુ આરામદાયક હોય છે. ઝડપી હવા અથવા ધૂળ-માટી ઉડે તો લેન્સ લગાવ્યા હોય તો તકલીફ પડી શકે છે. તેથી, પ્રવાસમાં હંમેશાં ચશ્મા જ પહેરો. જો લેન્સ પહેર્યાં હોય તો ઊંઘતા પહેલાં લેન્સ કાઢવાનું ન ભૂલો.
મોટી એરિંગ્સ, હેવી નેકલેસ પહેરીને ટ્રિપમાં ન જાઓ. ઘણીવાર શો-ઓફ અવળો પડી શકે છે. જો જ્વેલરી પહેરવી ગમતી હોય તો સોબર ટોપ્સ, ચોકર અથવા પાતળી ચેન પહેરી શકો છો.

X
Safety Required in Traveling, Wear comfortable Clothes and Footwear During the Trip

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી