ટ્રાવેલ ટ્રેન્ડ 2020 / નવું વર્ષ DNA ટૂરિઝમ અને સેકન્ડ સિટી ટ્રાવેલના નામે રહેશે, 18 કરોડ ટૂરિસ્ટ પર સર્વે કરાયો

New Year will be in the name of DNA Tourism and Second City Travel

Divyabhaskar.com

Jan 06, 2020, 03:45 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ નવું વર્ષ પર્યટનની દ્રષ્ટિએ એકદમ અલગ હશે. પ્રવાસીઓ એવા સ્થળે અને એવા લોકો વચ્ચે જવા માગે છએ જ્યાં તેમના પૂર્વજો રહેતા હતા. DNA મેચ કરીને આવા લોકોને એ જગ્યાઓ સાથએ જોડાયેલી જાણકારી પણ આપવામાં આવી રહી છે. નવું વર્ષ આવી રીતે જ DNA ટૂરિઝમ અને સેકન્ડ સિટી ટ્રેન્ડના નામે રહેશે. આ વાત દુનિયાભારના 22 હજાર પ્રવાસીઓ અને 18 કરોડ ટૂરિસ્ટ રિવ્યૂનું વિશ્લેષણ કર્યા પછી વેબસાઇટ બુકિંગ ડોટ કોમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, પ્રવાસીઓ ફક્ત ફેમસ ડેસ્ટિનેશન પર જ જવા નથી માગતા. તેઓ તેના જેવા લાગતા બીજા સ્થળોએ પણ જવા માગે છે અને એ પણ લાંબા રસ્તેથી. આને સેકન્ડ સિટી ટ્રેન્ડ નામ આપવામાં આવ્યું છે. આ રીતે પ્રવાસીઓ તેમની મુસાફરીને યાદગાર બનાવવા માટે નાના-મોટા દરેક સ્ટોપનો આનંદ માણવા માંગે છે. વેબસાઇટએ રિપોર્ટના આધારે વર્ષ 2020ના ટ્રાનેલ ટ્રેન્ડ બહાર પાડ્યા છે.

DNA ટૂરિઝમઃ પૂર્વજોની જન્મભૂમિ શોધવાનો પ્રયત્ન

પૂર્વજો ક્યાંના હતા અને કેવા હતા તે જાણવા પ્રવાસીઓ DNA ટૂરિઝમ અપનાવી રહ્યા છે. તેઓ તેમના DNAને મળતા આવતા બીજા દેશના લોકો વચ્ચે જઈ રહ્યા છે. તેઓ માને છે કે આપણે પૂર્વજોનું જન્મસ્થળ જોવું અને સમજવું જોઈએ. ટ્રાવેલના આ ટ્રેન્ડને એનસેન્સ્ટ્રલ ટૂરિઝમ એટલે કે પૂર્વજોના પર્યટન તરીકે પણ નામ આપવામાં આવ્યું છે. આ માટે પ્રવાસીઓ લાળ અને સ્વેબ સેમ્પલ પણ આપી રહ્યા છે, જેનો રિપોર્ટ તેમને ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી રહ્યો છે. ઘરે જ DNA ટેસ્ટની સુવિધાએ આ ટ્રેન્ડને સરળ રીતે વધવા માટે મદદ કરી છે.

સેકન્ડ સિટી ટ્રાવેલઃ ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માટે નવા વિકલ્પ

સેકન્ડ સિટી ટ્રાવ્લ એટલે કે એવી જગ્યાઓએ જવું જે સુંદર છે પરંતુ તેમના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. એવા ટૂરિસ્ટ પ્લેસિસ જ્યાં ફરવું મોંઘુ છે તેના વિકલ્પ તરીકે એવી જગ્યા શોધવામાં આવી રહી છે જે જોવા અને ફરવા માટે મોંઘા ડેસ્ટિનેશન જેવા છે. સર્વે અનુસાર, 51% પ્રવાસીઓ તેમની પસંદ સાથે મળતા આવતા બીજા વિકલ્પ મળવા પર ડેસ્ટિનેશન બદલી નાખે છે. આ પ્રકારના ટ્રાવેલિંગનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને વર્ષ 2020 તેના માટે ઓળખાશે. ટૂરિઝમ સંબંધિત એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ આ વલણને વધારવામાં મદદ કરી રહી છે. વિશ્વભરના 60% પ્રવાસીઓ એ પણ જાણવાનો પ્રયત્ન કરે છે કે ક્યાં મુસાફરી કરવાથી ત્યાં રહેતા સ્થાનિક લોકો પર સકારાત્મક અસર કરશે.

સ્લો-મો ટૂરિઝમઃ જાણીજોઇને લાંબા રસ્તા પસંદ કરવાનો ટ્રેન્ડ વધશે

વર્ષ 2020માં 48% પ્રવાસીઓ ઉતાવળમાં મુસાફરી કરવા માંગતા નથી. તેઓ એક લાંબો રસ્તો પસંદ કરવા માગે છે, જેના કારણે માર્ગમાં આવતા દરેક ડેસ્ટિનેશન ફરવા મળે. પ્રવાસીઓ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે પેડલ બાઇક, ટ્રામ અને બોટનો ઉપયોગ કરશે. 57% મુસાફરો લાંબા માર્ગની પસંદગી કરવામાં અચકાતા નથી. તેઓ માને છે કે લાંબો રસ્તો પસંદ કરીને, તેઓ એવા સ્થળો જોવા માગે છે જે સામાન્ય રીતે ચૂકી જવાતા હોય છે. આ રીતે નવા ડેસ્ટિનેશન સામે આવે છે.

ટેક્નિકથી પસંદગીઃ AI આપી રહ્યા છે ફરવાના નવા ઓપ્શન


59% પ્રવાસીઓને સરપ્રાઇઝ ડેસ્ટિનેશન પસંદ નથી. તેમજ, 46% પ્રવાસીઓનું કહેલું છે કે નવી જગ્યાઓ શોધવામાં અને ત્યાં થઈ રહેલી એક્ટિવિટીમાં સામેલ થવામાં એપ ખૂબ મદદરૂપસાબિત થાય છે. આ રીતે તેમના માટે નવા સ્થાનો પસંદ કરવાનું સરળ છે. ટ્રાવેલ સંબંધિત બુકિંગ માટે 44% પ્રવાસીઓ એપનો પ્રયોગ કરે છે. ફોનમાં નવા ડેસ્ટિનેશનના ઓપ્શન્સ સામે લાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

X
New Year will be in the name of DNA Tourism and Second City Travel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી