- આઇલેન્ડ 1,884 વર્ગ કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે
- મહત્તમ લંબાઈ 64 કિમી અને પહોળાઈ 42 કિમી છે
- આ ટાપુ પર 1.50 લાખ લોકો રહે છે
Divyabhaskar.com
Dec 03, 2019, 06:01 PM ISTટ્રાવેલ ડેસ્કઃ આપણા વિશ્વમાં ફરવા માટે ઘણી અદભુત જગ્યાઓ છે. ક્યાંક ઊંચા પર્વત છે તો ક્યાંક મોટા વોટરફોલ્સ. દરિયાની વચ્ચે બનેલા કેટલાક અનોખા ટાપુઓ પ્રવાસીઓને આકર્ષે છે. પેસિફિક મહાસાગરમાં સ્થિત હવાઈ દ્વીપ સમુહનો માઉઈ આઇલેન્ડ વિશ્વના સૌથી સુંદર ટાપુઓમાંથી એક છે. તેને હવાઇ દ્વીપ સમુહનું ગોલ્ડન ચાઇલ્ડ પણ કહેવામાં આવે છે. ગાઢ જંગલો, સોનાની જેમ ચમકતી દરિયાકાંઠાની માટી, પર્વતો પરથી પડતા ધોધ, પર્વતો પરથી ઉગતા સૂર્યનાં કિરણો અને ટાપુ પર ટકરાતા સમુદ્રનાં મોજાં જાણે કુદરતનો આભાસ કરાવે છે. આ આઇલેન્ડે વિશ્વના શ્રેષ્ઠ ટાપુનું ટાઇટલ જીત્યું છે. આ ટાપુ પર ઘણા રિસોર્ટ્સ અને હોટલ્સ આવેલી છે. ઓનલાઇન બુકિંગ કરવીને તમે અહીં સારા દિવસો વિતાવી સારી યાદો બનાવી શકો છો.
કેવી રીતે પહોંચવું?
ભારતથી આ ટાપુ પર જવા માટે ઘણી ફ્લાઇટ્સ ઊડે છે. નવી દિલ્હી, મુંબઇ અને ચેન્નાઈથી વનસ્ટોપેજ ફ્લાઇટ સાથે આ ટાપુ પર ફ્લાઇટ્સ દ્વારા પહોંચી શકાય. તમે આ ફ્લાઇટનું ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. તેનું વ્યક્તિ દીઠ ભાડું 85 હજારથી એક લાખ રૂપિયાની વચ્ચે છે.
સ્ટે ક્યાં લેવો?
અહીં સુંદર રિસોર્ટ્સ અને હોટલ્સ આવેલી છે. તમે 15 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરીને લક્ઝરી રૂમ્સ લઈ શકો છો.