• Home
  • Lifestyle
  • Travel
  • Luxury Galaxia Galante cruise launches, pop, house and techno music can be enjoyed in Goa

ક્રૂઝ મુસાફરી / ગોવામાં લક્ઝરી ગેલેક્સિઆ ગેલાન્તે ક્રૂઝ શરૂ, પોપ, હાઉસ અને ટેક્નો મ્યૂઝિકની મજા માણી શકાશે  

Luxury Galaxia Galante cruise launches, pop, house and techno music can be enjoyed in Goa

  •  દેશના સૌથી ફેમસ ટૂરિસ્ટો ડેસ્ટિનેશન્સમાં ગોવા હંમેશાં ટોપ પર રહ્યું છે
  • બીચ પાર્ટી ઉપરાંત હવે તમે માંડવી નદીની વચ્ચે પાર્ટી કરી શકો છો
  • ગોવામાં લક્ઝરી ગેલેક્સિઆ ગેલાન્તે ક્રૂઝ શરૂ થઈ ગઈ છે

Divyabhaskar.com

Nov 27, 2019, 08:03 AM IST

ટ્રાવેલ ડેસ્ક. દેશના સૌથી ફેમસ ટૂરિસ્ટો ડેસ્ટિનેશન્સમાં ગોવા હંમેશાં ટોપ પર રહ્યું છે. હવે ગોવા જવાની વધુ મજા આવશે. ડિસેમ્બર મહિનો શરૂ થવાની તૈયારીમાં છે. આ મહિનામાં ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી કરવા માટે લોકો ગોવા ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. જો તમે ગોવા જવાના હોય તો આ માહિતી તમારા માટે મહત્ત્વની છે. બીચ પાર્ટી ઉપરાંત હવે તમે માંડવી નદીની વચ્ચે પાર્ટી કરી શકો છો.

ગોવામાં લક્ઝરી ગેલેક્સિઆ ગેલાન્તે ક્રૂઝ શરૂ થઈ ગઈ છે, જેના પર તમે રેસ્ટરૉ, લાઈવ મ્યૂઝિક અને ઘણી બધી વસ્તુની મજા ઉઠાવી શકો છો. લક્ઝરી સુવિધાઓથી સજ્જ આ ક્રૂઝ પર ત્રણ ડેક હોય છે. એક ડેક નાઈટ ક્લબ માટે હોય છે.

પાર્ટી ડેક પર મુસાફરો માટે એક બાર, ડાન્સ ફ્લોર, ડીજે બૂથ અને લાઈવ બેન્ડ છે. આ ક્રૂઝ પર ઈડીએમ, પોપ, હાઉસ અને ટેક્નો મ્યૂઝિકની મજા માણી શકાશે. ક્રૂઝ પર કેટલાક શ્રેષ્ઠ ડીજે પરફોર્મ કરશે. ક્રુઝમાં સવાર લોકોને સારુ ફૂડ પીરસવામાં આવે છે. અહીં તમે સ્ટ્રીટ ફૂડ, થાઈ, ભારતીય, ચાઈનીઝ, અને કોંટિનેંટલ ફૂડનો આનંદ ઉઠાવી શકો છો.

X
Luxury Galaxia Galante cruise launches, pop, house and techno music can be enjoyed in Goa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી