કોરોનાને લીધે ઉતરાખંડમાં સ્થાનિક અને વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

Local and foreign tourists are banned from Uttarakhand due to corona
X
Local and foreign tourists are banned from Uttarakhand due to corona

  •  કોરોનાવાઈરસના કારણે ઉતરાખંડમાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 07:45 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઉતરાખંડ સરકારે રાજ્યમાં ઘરેલુ અને  વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય સચિવ નિતેશ ઝા દ્વારા જારી કરવામાં આવેલ આદેશ અનુસાર, અગાઉ પણ ઘણા સૂચનો જારી કરીને લોકોને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા જણાવ્યું છે. ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસને ધ્યાનમાં રાખતા રાજ્યમાં ઘરેલુ અને વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જરૂર પડી છે જેથી વાઈરસને ફેલાવતો અટકાવી શકાય. તે ઉપરાંત 10 વર્ષ કરતાં ઓછી ઉંમરના અને 65 વર્ષ કરતા વધારે ઉંમરના વૃદ્ધોએ 31 માર્ચ સુધી ઘરમાં રહેવાની અને બહાર ન નીકળવાની અપીલ કરી છે. 

ઉત્તરાખંડને 31 માર્ચે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીએ આગામી 31 માર્ચ સુધી પ્રદેશને લોકડાઉન જાહેર કર્યું છે. પોલીસ વિભાગ અને અન્ય અધિકારીઓની તાત્કાલિક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સરકારના જણાવ્યા પ્રમાણે, જરૂરી સેવાઓ ચાલું રહેશે. લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની અને દવા જેવી આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહેશે. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, રવિવારે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય સચિવ ઉત્પલકુમાર સિંહ, પોલીસ વડા  અનિલ રતુડી અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હતા. આ દરમિયાન ઉત્તરાખંડને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુંખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન ઓછામાં ઓછી મુસાફરી કરવી. તેમણે લોકોને અપીલ કરી કે લોકો અત્યારે જે શહેર અથવા ગામમાં રહે છે ત્યાં જ રહે. તેમણે કહ્યું, 'આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી