• Home
  • Lifestyle
  • Travel
  • Keep with sanitizer and tissue to avoid corona while traveling, use mobile boarding pass

મુસાફરી દરમિયાન કોરોનાથી બચવા સેનિટાઇઝર અને ટીશ્યુ સાથે રાખો, મોબાઈલ બોર્ડિંગ પાસનો ઉપયોગ કરો

Keep with sanitizer and tissue to avoid corona while traveling, use mobile boarding pass
X
Keep with sanitizer and tissue to avoid corona while traveling, use mobile boarding pass

  • ઘણી એરલાઈન્સ તેમની ફ્લાઈટ્સને સેનિટાઈઝ કરી રહી છે
  • મુસાફરી કરી રહ્યા છો તે એરલાઇન્સની એપ રાખો

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:48 PM IST

ટ્રાવેલ ડેસ્ક. દેશના તમામ એરપોર્ટ અલર્ટ પર છે. જરૂરી ન હોય તો લોકોને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાં કોઈ કારણોસર તમારે મુસાફરી કરવાનું થઈ શકે છે. . ફ્લાઇટ દ્વારા મુસાફરી કરતા લોકોએ આ સમય દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે, ઘણી એરલાઈન્સનું કહેવું છે કે, તેઓ તેમની ફ્લાઈટ્સને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરી રહ્યા છે, જેથી મુસાફરોને સંક્રમણથી દૂર રાખી શકાય. તેમ છતાં એરપોર્ટ પર કે ફ્લાઈટમાં કોરોના વાઈરસથી બચવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

સેનિટાઈઝર અને ટિશ્યૂ સાથે રાખવા
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારે હેન્ડ સેનિટાઇઝર, ટીશ્યુ અને કેટલીક દવાઓ તમારા સામાનમાં રાખવી જોઈએ. તે ઉપરાંત, એકવાર તમે જે એરલાઇન મુસાફરી કરવા જઇ રહ્યા છો તેની ગાઈડલાઈન વાંચો. તમને સરકારની ટ્રાવેલ એડવાઈઝરી વિશે પણ ખબર હોવી જોઈએ. 


મોબાઈલ બોર્ડિંગ પાસનો ઉપયોગ કરવો
એરપોર્ટ પર પહોંચ્યા બાદ વધારે સાવધાની રાખવી જરૂરી છે. ચેક ઈન કિયોસ્ક સ્ક્રીનથી દૂર રહેવું. બોર્ડિંગ પાસ ફોનમાં રાખો. તમે મુસાફરી કરી રહ્યા છો તે એરલાઇન્સની એપ રાખો. લોકોને સ્પર્શ કરવાનું ટાળો. મેટલ ડિટેક્ટર પર ઉઘાડા પગે ન ચાલવું. 


ચેક પોઈન્ટ પર ટ્રેનો ઉપયોગ ન કરવો
થઈ શકે તો સિક્યોરિટી ચેક પોઈન્ટ પર વસ્તુ રાખવા માટે બિન અથવા ટ્રેનો ઉપયોગ ન કરો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જેકેટ, ફોન અને તમારા ખિસ્સામાં રાખી શકાય તે સામાનને કેરી ઓન લગેજમાં જ રાખો. ચેક બાદ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. 

ફોન વોલેટથી પેમેન્ટ કરવું
એરપોર્ટ પર ખરીદદારી અથવા રેસ્ટરૉમાં ખાધા બાદ પેમેન્ટ માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરવો. તમામ સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ વોલેટ એપ છે. આ એપ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. આવું કરવાથી તમે લોકોના સંપર્કમાં આવવાનું ટાળી શકો છો.


ફ્લાઈટમાં સાવધાની રાખવી
ઘણી એરલાઈન્સ સીટ બેલ્ટ, લાઈટ અને કોલિંગ બટન, ટ્રે ટેબલ જેવી વસ્તુઓની સફાઈ કરી રહી છે. મુસાફરો પોતાની સાથે લઈ ગયેલા ટિશ્યૂ અથવા વાઈપ્સથી બટન, ખુરશીના હેન્ડલ અને ટેબલ ટ્રેને સાફ કરી લો. માસ્ક લગાવવો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી