ધાર્મિક યાત્રા / 29 ઓક્ટોબરે કેદારનાથ અને 17 નવેમ્બરે રોજ બદ્રીનાથ ધામનાં કપાટ બંધ થઈ જશે

Kedarnath on 29th October and Badrinath Dham closed on November 17th

  • આ વર્ષે ભક્તો માટે 17 નવેમ્બરના રોજ બદ્રીનાથ ધામના દરવાજા બંધ થઈ જશે
  • 10 મેના રોજ બદ્રીનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં
  • અત્યાર સુધીમાં અંદાજે 9 લાખ કરતાં વધુ લોકો કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે

Divyabhaskar.com

Oct 09, 2019, 01:45 PM IST

ટ્રાવેલ ડેસ્ક. આ વર્ષે ભક્તો માટે 17 નવેમ્બરના રોજ બદ્રીનાથ ધામના દરવાજા બંધ થઈ જશે. આ જાહેરાત બદ્રીનાથના મુખ્ય પુજારી દ્વારા કરવામાં આવી છે. આ પહેલાં 29 ઓક્ટોબર સવારે 8.30 કલાકે ભગવાન કેદારનાથના દરવાજા બંધ થઈ જશે. તે સાથે આ વર્ષની ચાર ધામની યાત્રા પણ સમાપ્ત થઈ જશે. આ વર્ષે 9 મેથી કેદારનાથની યાત્રા શરૂ થઈ હતી તો 10 મેના રોજ બદ્રીનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 9 લાખ કરતાં વધુ લોકો કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે.

મંદિર સમિતિના રેકોર્ડના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધીમાં અંદાજે 10.42 લાખ લોકોએ બદ્રીનાથ અને અંદાજે 9.09 લાખ લોકોએ કેદારનાથનાં દર્શન કર્યાં છે. ગત વર્ષે 6 મહિના કેદારનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું આ દરમિયાન 7 લાખ 31 હજાર ભક્તો અહીં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તો બીજી તરફ 10 લાખ 48 હજાર ભક્તોએ બદ્રીનાથના દર્શન કર્યાં હતાં. મંદિર સમિતિના જણાવ્યા મુજબ, કેદારનાથ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુફામાં ધ્યાન લગાવ્યા બાદ અહીં ભક્તોની સંખ્યા વધી ગઈ છે.

X
Kedarnath on 29th October and Badrinath Dham closed on November 17th
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી