સર્વે / દુનિયાના ટોપ 15 ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં જોધપુરનું નામ સામેલ થયું, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સનો સર્વે

Jodhpur's name was included in the 15 most traveled places in the world

  • આ શહેર માત્ર ભારત જ નહીં, પણ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ્સનું પણ ફેવરિટ છે
  • જોધપુર આર્કિટેક્ચર અને હિસ્ટ્રી લવર્સ માટે આ શહેર વિઝ્યુઅલ ટ્રીટથી કમ નથી
  • અહીં દર વર્ષે લગભગ 50 હજાર વિદેશી પર્યટકો આવે છે

Divyabhaskar.com

Feb 14, 2020, 05:01 PM IST

ટ્રાવેલ ડેસ્ક. અમેરિકન દૈનિક ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે 2020માં દુનિયાનાં ટોપ 15 ટૂરિસ્ટ ડેસ્ટિનેશનનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાનનું જોધપુર શહેર 15મા ક્રમે છે. ભારત માટે આ ગૌરવની વાત છે. જોધપુર રાજસ્થાનનું બીજું મોટું શહેર છે. આર્કિટેક્ચર અને હિસ્ટ્રી લવર્સ માટે આ શહેર વિઝ્યુઅલ ટ્રીટ છે. આ શહેર માત્ર ભારત જ નહીં, પણ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ્સનું પણ ફેવરિટ છે. જોધપુરમાં અનેક વિકાસ યોજનાઓ પર કામ થઇ રહ્યુ છે, જે ટૂંક સમયમાં આ શહેરનુ આકર્ષણ વધારશે.

જોજરી રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટની જેમ જોધપુરમાં પણ વિશ્વવસ્તરીય રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે અનેક પડકારો પણ છે. જેમ કે, બનાડ સ્થિત જોજરી નદી સુધી પાણી લાવવા માટે મોટા નાળા તૈયાર કરવા, સારણ નગરથી બનાડ સુધી રેલવે લાઈનની પાસે 100 ફૂટનો રસ્તો બનાવીને તેને જયપુર સાથે જોડવો, જેથી ટ્રાફિકની સમસ્યા ન થાય.

કાયલાનાનું બ્યુટીફિકેશન
જોધપુરની શાન કાયલાના લેકને સુંદર બનાવવા અને પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ચારેય બાજુ રસ્તા બનાવવામાં આવશે. તેના માટે 6.5 કિમી રસ્તો બનાવવામાં આવશે, જેની મોટાભાગની જમીન વન વિભાગને આધીન છે. 25 કરોડની આ યોજના માટે ટૂંક સમયમાં કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારબાદ પેરાસેલિંગ, સ્પીડ બોટ, વોટર સ્કુટર જેવા એડવેન્ચર પણ શરૂ કરવામાં આવશે.

ઓપન એર થિયેટર
સમ્રાટ અશોક ઉદ્યાનમાં ઓપન એર થિયેટરનું સિવિલ બાંધકામ કરવામાં આવશે. તેના માટે વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ ક્લાસ થિયેટર બનશે. જ્યાં પ્રવાસીઓ માટે લોક સંસ્કૃતિને રજૂ કરવામાં આવશે. જેમાં રાજસ્થાની અને ભારતની કળા પણ રજૂ થશે.

બગીચાઓનું બ્યુટીફિકેશન
શહેરના બે મુખ્ય ઉમેદ અને મંડોર ઉદ્યાનની સુંદરતા વધારવા માટે લગભગ 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઉમેદ ઉદ્યાનમાં અમૃત યોજના અંતર્ગત 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેવી જ રીતે ઐતિહાસિક મંડોર ઉદ્યાનના વિકાસ માટે 4.82 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અહીં દર વર્ષે લગભગ 50 હજાર વિદેશી પર્યટકો આવે છે. અહીં મ્યુઝિકલ અને ઇલ્યુમિનેટેડ વર્લ્ડ ક્લાસ ફુવારાઓ લગાવવામાં આવશે. તેવી જ રીતે પાર્કમાં પણ 1.24 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેનનું નિર્માણ કરવામાં આવશે.

વિશ્વનાં ટોપ 15 ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

1. વોશિંગ્ટન (યુએસ)

2. બ્રિટિશ વર્જિન આઈલેન્ડ (યુકે)

3.રુરેનબેક્યુ (બોલીવિયા)

4.ગ્રીનલેન્ડ (ગ્રીનલેન્ડ)

5.કિમ્બર્લી રિજન (ઓસ્ટ્રેલિયા)

6.પેસો રોયલ્સ ( અમેરિકા)

7.સિસિલી (ઈટલી)​​​​​​​

8.સોસબર્ગ (ઓસ્ટ્રિયા)​​​​​​​

9.ટોક્યો (જાપાન)

10.કેસેરિયા (ઇઝરાઇલ)

11.નેશનલ પાર્ક (ચીન)​​​​​​​

12.લેસોથો (લેસોથો)​​​​​​​

13.કૉલરાડો સ્પ્રિંગ્સ (અમેરિકા)​​​​​​​

14.કરાકોવા (પોલેન્ડ)​​​​​​​

15.જોધપુર (ભારત)

X
Jodhpur's name was included in the 15 most traveled places in the world
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી