તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રાવેલ ડેસ્ક. ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, વર્ષ 2020 માં પર્યટનના હિસાબથી જોધપુર વિશ્વના શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક સ્થાન છે. તે એટલા માટે પણ ખાસ છે કેમ કે, અલગ અલગ માપદંડો અને પર્યટનના હિસાબથી સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ પર્યટન સ્થાનોની યાદીમાં સમગ્ર દેશમાંથી માત્ર જોધપુરને જ સ્થાન મળ્યું છે.
જોધપુરને 15મુ સ્થાન મળ્યું
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા વિશ્વની 5દ શ્રેષ્ઠ સ્થાનો દર્શાવ્યા છે, જેમાં જોધમપુર 15મા ક્રમે છે, જે પર્યટન માટે ગૌરવની બાબત છે. ઉપરાંત પર્યટન સાથે સંકળાયેલા લોકોએ પણ આગામી સીઝન વધારે સારું હશે તેવી અપેક્ષા વધારી દીધી છે.
કલા-સંસ્કૃતિ
આ યાદીમાં સામેલ જોધપુર વિશે લખવામાં આવ્યું હતું કે, ટેક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભારતના ઘણાં શહેરો બદલાયા છે, એવામાં આ બધાની વચ્ચે જોધપુરએ પોતાનો શાહી અંદાજ, કલા અને સંસ્કૃતિને જાળવીને રાખી છે. અહીંની સંસ્કૃતિ અત્યારે પણ જીંવત છે. તે પોતાની પરંપરા, સાંસ્કૃતિક વારસો, સન્માન, ખાવા-પીવાનું, જીવનશૈલી અને જીવન સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતોને અત્યારે પણ સાચવીને રાખી છે. પથ્થરોથી બનેલા મકાનો પર વાદળી કલર તેને અન્ય શહેરોથી અલગ બનાવે છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
જોવાલાયક સ્થળો
અહીં ઘણી ઐતિહાસિક જગ્યાઓ જોવાલાયક છે, મેહરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, જસવંડ થડા, રાવ જોધા નેચરલ પાર્ક, મંડોકા સાંકડી શેરીઓમાં બાંધવામાં આવેલી વસાહતો, પ્રાચીન જળ સ્ત્રોતો, કુવાઓ, સ્ટેપવેલ્સ આજે પણ શહેરના વારસા અને સંસ્કૃતિને દર્શાવે છે.
વિશ્વના 15 ડેસ્ટિનેશન
વોશિંગ્ટન (અમેરિકા), 2. બ્રિટિશ વર્ઝિન આઈસલેન્ડ (બ્રિટન),3. રુરેનાબેક્યૂ (બોલિવિયા), 4.ગ્રીનલેન્ડ (ગ્રીનલેન્ડ), 5.કિમ્બર્લી રિજન (ઓસ્ટ્રેલિયા), 6.પેસો રોયલ્સ ( અમેરિકા), 7.સિસિલી (ઈટલી), 8.સોસબર્ગ (ઓસ્ટ્રિયા), 9.ટોક્યો (જાપાન), 1દ.કેસેરિયા (ઇઝરાઇલ), 11.નેશનલ પાર્ક (ચીન), 12.લેસોથો (લેસોથો), 13.કૉલરાડો સ્પ્રિંગ્સ (અમેરિકા), 14.કરાકોવા (પોલેન્ડ), 15.જોધપુર (ભારત).
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.