તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાની એરલાઈન્સે બેબી મેપની સુવિધા આપી, મુસાફરો બાળકોથી દૂરની સીટ પસંદ કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવાઈ મુસાફરી લાંબા અંતરના પ્રવાસોને અત્યંત સ્મૂધ કરી નાખે છે
  • ‘જાપાન એરલાઈન’એ અનોખી સુવિધા સ્ટાર્ટ કરી છે
  • પોતાના મુસાફરોને વેબ ચેકઇન કરતી વખતે ડિસ્પ્લે થતા સીટોના મેપમાં એક નવું ફીચર જોડ્યું છે

ટ્રાવેલ ડેસ્ક. હવાઈ મુસાફરી લાંબા અંતરના પ્રવાસોને અત્યંત સ્મૂધ કરી નાખે છે. પરંતુ નાનાં બાળકો પ્લેનની અંદર હવાના દબાણમાં થતા ફેરફારને કારણે થતા કાનના દુખાવાને સહન કરી શકતાં નથી, અને સતત રડ્યાં કરે છે. તે બાળકોનાં માતાપિતાઓને પણ પોતાનાં બાળકોને સંભાળવામાં મુશ્કેલી પડે છે, જ્યારે અન્ય મુસાફરોને બાળકોનો કજિયો સહન કર્યા વિના છૂટકો નથી. આથી જ લોકો ઈચ્છતા હોય છે કે હવાઈ મુસાફરીમાં નાનાં બાળકો કમ સે કમ તેમની બાજુની સીટ પર ન આવે.
આ ‘સમસ્યા’ સોલ્વ કરવા માટે ‘જાપાન એરલાઈન’એ અનોખી સુવિધા સ્ટાર્ટ કરી છે. તેણે પોતાના મુસાફરોને વેબ ચેકઇન કરતી વખતે ડિસ્પ્લે થતા સીટોના મેપમાં એક નવું ફીચર જોડ્યું છે, જે અંતર્ગત પેસેન્જરને સીટ મેપ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે, જે જણાવશે કે કઈ કઈ સીટો પર તમને રડતું બાળક મળી શકે છે. આ એરલાઈને પોતાનાં 21 વિમાનોમાં બેબી મેપની સુવિધા આપી છે, જેથી મુસાફરો બાળકોથી દૂરની સીટ પસંદ કરી શકે. આ એરલાઈન આઠ દિવસથી લઈને બે વર્ષ સુધીનાં બાળકોને બેબી આઇકનની મદદથી જે તે સીટ પર ડિસ્પ્લે કરે છે.
આ સુવિધા બાળકોની સાથે હવાઈ મુસાફરી કરનારા લોકોને આપનારી ઓફરિંગ સ્માઈલ સપોર્ટ ટ્રાવેલ સર્વિસનો એક હિસ્સો છે. જો કે આ પ્રકારની સુવિધા કંઈ નવી વાત નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક ટ્વિટર યુઝર દ્વારા તેની પ્રશંસા કર્યા બાદ આ ફીચરની ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં વેન્ચર કૅપિટલિસ્ટના એક મુસાફરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 13 કલાકની હવાઈ મુસાફરીમાં કઈ-કઈ સીટ પર બાળકો રડતાં જોવા મળી શકે છે. આ સુવિધા માટે તેમને JAL અધિકારીઓનો આભાર વ્યક્ત કરી હતી. આ એક એવી સુવિધા છે જે દરેક એરલાઈનમાં ફરજિયાત હોવી જોઈએ. લોકો આ એરલાઈનની પ્રશંસા કરી રહ્યા છે.
ઓછામાં ઓછી એક બીજી જાપાનની એરલાઇન્સ પણ આવું જ કરે છે: ઓલ નિપ્પોન એરવેઝ (ANA),જે મુસાફરોને તેની બેઠક નકશાની પુષ્ટિ કરી છે કે બાળકો જ્યાં ‘થોડા સમય માટે’ બેઠા હોય છે. જેએલ મેપ ઈન્ડિકેટ કરે છે જ્યાં બે વર્ષથી ઓછી વયનાં બાળકો બેઠાં હોય છે તે ચાઈલ્ડ આઇકન સાથે અન્ય મુસાફરોને બતાવે છે.

 

અન્ય સમાચારો પણ છે...