તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જુલાઈથી ભારતીય પર્યટકો માટે ભૂટાન ફરવાનું ખર્ચાળ બનશે, દરરોજ રૂ.1,200 ફી ચૂકવવી પડશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂટાન સરકારે ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટી બંધ કરવાનો નિર્ણય કર્યો છે
  • ભૂટાન એસેમ્બલીએ ફી વસૂલવા માટે ટુરિઝમ લેવી એન્ડ એક્સમ્પશન બિલ ઓફ ભૂટાન 2020 નામના બિલની મંજૂરી આપી
  • આ ફીને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી’નું નામ આપવામાં આવ્યું છે

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય પર્યટકો માટે હવે ભૂટાન ફરવાનું પહેલા કરતા વધુ ખર્ચાળ બનશે. ભૂટાન સરકારે ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભૂટાન સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના અનુસાર, જુલાઈ 2020થી ભારતીય પર્યટકોને ભૂટાનની મુલાકાત લેવા માટે દરરોજ રૂપિયા ચૂકવવા પડશે. ભારત ઉપરાંત માલદીવ અને બાંગ્લાદેશના પર્યટકોને પણ આ ચાર્જ ચૂકવવો પડશે. ભૂટાન એસેમ્બલીએ આ ફી વસૂલવા માટે ટુરિઝમ લેવી એન્ડ એક્સમ્પશન બિલ ઓફ ભૂટાન 2020 નામના બિલની મંજૂરી આપી દીધી છે.  

કેટલી આપવી પડશે ફી
18 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિએ પ્રતિદિન 1,200 રૂપિયા, તો બીજી તરફ, 6થી 12 વર્ષના બાળકો માટે આ ફી પ્રતિદિન 600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફીને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી’નું નામ આપવામાં આવ્યું છે. ભૂટાન સરકારના જણાવ્યા પ્રમાણે, દેશમાં આવતા પર્યટકનાની સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ભારતીયોએ ભૂટાન ફરવા માટે કોઈપણ એન્ટ્રી ફી ચૂકવવી પડતી નથી.
 
અન્ય દેશોના નાગરિકો માટે આ ફી ચાર ગણી વઘારે
અન્ય દેશોના પર્યટકોની વાત કરીએ તો તેમને જુલાઈથી અત્યાર સુધી અંદાજે 65 ડોલર એટલે કે, 4,631 રૂપિયાની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ભૂટાની યાત્રા માટે ચૂકવવી પડશે. તે ઉપરાંત અન્ય દેશોના મુસાફરોએ 250 ડોલર એટલે કે, 17,811 રૂપિયાનો ફ્લેટ કવર ચાર્જ ચૂકવવો પડશે.

ભૂટાન જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નથી રહેતી
ભારતીય નાગરીકોને ભૂટાન જવા માટે વિઝાની જરૂર નથી હોતી. માત્ર બે માન્ય ડોક્યુમેન્ટ્સ લઈને જઈ શકાય છે. ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ તરીકે તેઓ ભારતીય પાસપોર્ટ લઈ જઈ શકે છે જે ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય હોય છે અથના વોટર આઈડી કાર્ડથી કામ ચાલી જાય છે. 

15 ટકા ભૂટાન ફરવાનું મોંઘુ થશે
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) અને મેક માય ટ્રિપ જેવી ટ્રાવેલ કંપનીઓ અત્યારે 5 રાત અને 6 દિવસના ટૂર પેકેજના અંદાજે 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે. જેમાં આવવા-જવાનું ભાડું, ખાવા-પીવાનું અને ભૂટાન ફરવાનો ખર્ચ સામેલ હોય છે. તો બીજી તરફ તમારી સાથે જો બાળક હોય અને તેની ઉંમર 5થી 12 વર્ષની વચ્ચે હોય છે તો આ ટૂર પેકેજ માટે તમારે બાળકના અંદાજે 30 હજાર રૂપિયા આપવા પડે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી લાગુ થયા બાદ આ ટૂર પેકેજની કિંમત 72,000 હજાર રૂપિયા (પુખ્ત વયના લોકો માટે)  એટલે કે 15 ટકા વધી જશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો