ટૂર / IRCTC એકસાથે 9 જ્યોતિર્લિંગ ફરવા માટે ટૂર પેકેજ લાવ્યું, ભાડું 15 હજાર રૂપિયા

IRCTC's tour package for 9 Jyotirlingala, fare Rs. 15 thousand

Divyabhaskar.com

Jan 10, 2020, 04:37 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ભગવાન શિવનો સૌથી મોટો ઉત્સવ મહાશિવરાત્રી આ વર્ષે 21 ફેબ્રુઆરી શુક્રવારે આવે છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને જો દેશભરમાં ફેલાયેલા ભગવાન શિવના 9 જ્યોતિર્લિંગોના દર્શન કરવાની તમારી ઇચ્છા હોય પરંતુ બજેટ ઓછું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. IRCTC તમારા માટે ઓછા ખર્ચ સાથેનું બેસ્ટ ટૂર પેકેજ લાવ્યું છે. 12 રાત અને 13 દિવસના આ પેકેજનું નામ છે મહા મહાશિવરાત્રી નવ જ્યોતિર્લિંગ યાત્રા, જે 19 ફેબ્રુઆરીથી તમિલનાડુના તિરુનેલવેલ્લીથી શરૂ થશે.

શું સામેલ હશે?
IRCTC આ ટૂર પેકેજમાં ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા તમને પ્રવાસ કરાવશે, જેમાં ટ્રેનથી આવવા-જવાનો ખર્ચ, ધર્મશાળામાં રોકાવાનું, સવારની ચા-કોઈ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તેમજ દરરોજ 1 લિટરની પાણીની બોટલ પણ આપવામાં આવશે.

ક્યાં-ક્યાં ફરવા મળશે?
આ ટૂર પેકેજમાં દેશભરમાં આવેલા ભગવાન શિવના 9 જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે, જેમાં મધ્યપ્રદેશ સ્થિત ઓમકારેશ્વર, ઉજ્જૈનમાં મહાકલેશ્વર, ગુજરાતના સોમનાથ, મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર, ભીમાશંકર, ગૃશ્નેશ્વર, ઓંધા નાગનાથ, પર્લી વૈજનાથ અને તેલંગાણા સ્થિત મલ્લિકાર્જુન સ્વામીનું મંદિર સામેલ છે.

ભાડું કેટલું?
આ ટૂર પેકેજનું ભાડું વ્યક્તિ દીઠ 15,320 રૂપિયા છે. તેમાં 12 રાત અને 13 દિવસ ટ્રેનના સ્લીપર ક્લાસમાં પ્રવાસ, ખાવા-પીવાનું અને સ્ટે બધું જ સામેલ છે.

X
IRCTC's tour package for 9 Jyotirlingala, fare Rs. 15 thousand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી