• Home
  • Lifestyle
  • Travel
  • IRCTC's special offer to travel to Kerala in the rainy season, including the air travel facility

ટૂર ઓફર / વરસાદી સિઝનમાં કેરલ ફરવા જવા માટે IRCTCની ખાસ ઓફર, એર ટ્રાવેલની સુવિધા પણ સામેલ

IRCTC's special offer to travel to Kerala in the rainy season, including the air travel facility

Divyabhaskar.com

Jul 06, 2019, 07:28 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિયન રેલવેની કેટેરિંગ એન્ડ ટૂરિઝમ શાખા હવે મુસાફરો માટે સ્પ્ટેમ્બરના આહલાદક વાતાવરણમાં કેરલ ફરવા જવા માટે એક ખાસ ઓફર લાવી છે. જો તમે અત્યાર સુધી કેરલ ન ગયા હો તો આ ઓફર એકદમ બેસ્ટ છે. બજેટ પેકેજ હોવાથી કેરલની સુંદરતાને નિહાળવાનો આ સારો મોકો છે.

IRCTCના આ ટૂર પેકેજનું નામ 'મેજેસ્ટિક કેરેલ વિથ હાઉસ બોટ સ્ટે એક્સ.ભુવનેશ્વર' (Majestic Kerala With House Boat Stay Ex. Bhubaneswar) રાખ્યું છે. કેરલની આ ટૂર પાંચ રાત્રિ અને 6 દિવસની છે. આ દરમિયાન મુસાફરોને ઈન્ડિગો ફ્લાઈટમાં હવાઈ સફર કરવા મળશે. આ ટૂરની શરૂઆત ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી થશે.

IRCTCએ આ ટૂર પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર મુકી છે. આ ટૂરમાં જમા માટે વ્યક્તિ દીઠ ભાડું 25,615 રૂપિયા છે. ટૂરમાં કોચિ, મુનાર, કુમારાકોમ, ત્રિવેન્દ્રમ અને કોવાલમની યાત્રા કરાવવામાં આવશે. 20 સ્પ્ટેમ્બર 2019થી આ ટૂરનો પ્રારંભ થશે. આ ટૂર દરમિયાન કુદરતી સૌંદર્યની ભરપૂર મજામાણી શકાશે.

જો ટૂરમાં ત્રણ લોકોના ગ્રુપમાં બુકિંગ કરાવશો તો વ્યક્તિ દિઠ 25,615 રૂપિયાનો ખર્ચ થશે. બે વ્યક્તિ માટે 27,285 રૂપિયા ખર્ચ થશે. આ ટૂર પેકેજની વધુ વિગતો મેળવવા માટે IRCTCની વેબસાઈટ https://www.irctctourism.com પર જઈને તપાસ કરી શકાશે. આ ટૂર પેકેજમાં પાંચ રાત્રિ માટે થ્રી સ્ટાર હોટલમાં રહેવાની સગવડ સિવાય ઈન્ડિગો એર લાઈન્સની હવાઈ ટીકીટ, બ્રેકફાસ્ટ, ડિનર અને એક રાત હાઉસ બોટમાં રહેવાની સુવિધા સામેલ છે.

X
IRCTC's special offer to travel to Kerala in the rainy season, including the air travel facility
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી