ટૂર / જાપાન ફરવા માટે IRCTC ટૂર પેકેજ લાવ્યું, ટોક્યો અને હિરોશિમાની સુંદરતા માણવા મળશે

IRCTC Tour Package to travel in Japan

Divyabhaskar.com

Jan 13, 2020, 12:31 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ઊગતા સૂરજનો દેશ જાપાન તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે અને આ જ કારણ છે કે જાપાનને લેન્ડ ઓફ ધ રાઇઝિંગ કહેવામાં આવે છે. જાપાન દુનિયાનો ચોથો સૌથી મોટો પાણીથી ઘેરાયેલો દેશ છે અને તેમાં લગભગ 6,852 દ્વીપ સામેલ છે. જાપાનમાં સુંદર પહાડ અને ઝરણાં પણ પેલાયેલાં છે. જો તમે વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) શાનદાર ટૂર પેકેજ લઇને આવ્યું છે. જોઇસ ઓફ જાપાન નામના 6 રાત અને 7 દિવસના આ ટૂર પેકેજ હેઠળ તમને ટોક્યો, માઉન્ટ ફૂજી, હિરોશિમા, ઓસાકા ફરવા મળશે. આ ટૂરની શરૂઆત 26 ફેબ્રુઆરીથી મુંબઈથી થશે.

ક્યાં-ક્યાં ફરવા મળશે?
આ ટૂર પેકેજ દરમિયાન તમને ટોક્યો, માઉન્ટ ફૂજી, હિરોશિમા અને ઓસાકા ફરવા મળશે. આ ટૂર દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા સામેલ છે. તેમજ, તમને 3 સ્ટાર હોટલમાં સ્ટે આપવામાં આવશે.

ફ્લાઇટ ઇન્ફોર્મેશન
પેકેજ અનુસાર, પેસેન્જર 26 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે મુંબઈથી ટોક્યો માટે ઉડાન ભરશે અને 11-12 કલાકના પ્રવાસ પછી 27 ફેબ્રુઆરીએ ટોક્યો પહોંચશે. ત્યારબાદ માઉન્ટ ફૂજી, હિરોશિમા, ઓસાકા ફરીને ત્રણ માર્ચના રોજ ટોક્યો લાવવામાં આવશે, જ્યાંથી સવારે 11:45 વાગ્યે ફ્લાઇટ મુંબઈ રવાના થશે અને સાંજે 6:25 વાગ્યે મુંબઈ એરપોર્ટ પહોંચાડી દેશે.

ભાડું કેટલું રહેશે?

  • સિંગલ ઓક્યૂપન્સી માટે 2,06,000 રૂપિયા ખર્ચ કરવા પડશે, જ્યારે ડબલ ઓક્યૂપન્સી માટે 1,72,0000 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમજ, ટ્રિપલ શેરિંગ માટે 1,72,000 રૂપિયા ચૂકવવા પડશે.
  • જો પેસેન્જર સાથે કોઈ બાળક હોય, જેની ઉંમર 2થી 11 વર્ષ વચ્ચે હોય અને તેના માટે અલગથી બેડ લેવો હોય તો 1,72,000 રૂપિયા આપવા પડશે અને જો બેડ ન લેવો હોય તો 1,38,000 રૂપિયા ચૂકવવાના રહેશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂરનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC Tour Package to travel in Japan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી