• Home
  • Lifestyle
  • Travel
  • IRCTC tour package to Travel Gaya, Rs. 18,400 per person for a 2 day 1 night tour package

ટૂર પેકેજ / IRCTC ગયાની યાત્રા કરાવી રહ્યું છે, 2 દિવસ 1 રાતના ટૂર પેકેજ માટે વ્યક્તિ દીઠ ભાડું 18,400 રૂપિયા

IRCTC tour package to Travel Gaya, Rs. 18,400 per person for a 2 day 1 night tour package

Divyabhaskar.com

Sep 11, 2019, 03:28 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ આ વર્ષે પિતૃપક્ષ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો તમે આ વખતે પિતૃપક્ષમાં પિંડ દાન માટે ગયા જવાનું વિચારી રહ્યા હો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે ટૂર પેકેજ લઇને આવ્યું છે. પિતૃપક્ષ 15 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેને ધ્યાનમાં રાખીને IRCTC ‘Gaya Tarpan Package without Varanasi Darshan’ નામનું ટૂર પેકેજ લાવ્યું છે. 2 દિવસ 1 રાતના આ પેકેજમાં પ્રવાસની શરૂઆત વારાણસીથી થશે.

યાત્રાનું શિડ્યૂલ શું રહેશે?

  • આ પેકેજ અંતર્ગત બોધગયા અને ગયાનો પ્રવાસ કરાવવામાં આવશે. મુસાફરોને સવારે 10 વાગ્યે વારાણસી રેલવે સ્ટેશનથી લઇ ગયા અને બોધગયા દર્શન માટે લઈ જવામાં આવશે. આ પેકેજ હેઠળ પિતૃપક્ષ દરમિયાન દરરોજ યાત્રીઓને લઈ જવામાં આવશે.
  • બોધગયા પહોંચ્યા પછી યાત્રીઓને લંચ કરાવવામાં આવશે. બોધગયામાં મુસાફરોને હોટલમાં સ્ટે અપાશે. અહીંથી સાજે મુસાફરોને મહાબોધી મંદિર અને બોધી ટ્રી બતાવવા લઈ જવામાં આવશે.
  • બીજા દિવસે સવારે ત્યાંથી લગભગ 16 કિલોમીટર દૂર પ્રવાસીઓને ગયા લઈ જવામાં આવશે. ત્યાં પિંડદાન અને પૂજા કરાવવામાં આવશે. તેનો ખર્ચ યાત્રીઓએ અલગથી આપવો પડશે. સાંજે મુસાફરોને ફરી વારાણસી સ્ટેશન પહોંચાડી દેવામાં આવશે.

ભાડું કેટલું રહેશે?

  • જો તમે આ ટૂર પર એકલા જઓ તો તમારે 18,400 રૂપિયા ચૂકવવા પડશે. જો ડબલ શેરિંગ પર જાઓ તો 9,900 અને ટ્રીપલ શેરિંગની કિંમત વ્યક્તિ દીઠ 7,200 રૂપિયા રહેશે.
  • જો તમારી સાથે તમારું બાળક હોય અને તમે તેના માટે અલગ બેડ લો તો 6,400 રૂપિયા અને જો તમે અલગ બેડ ન લો તો તમારે 4,700 રૂપિયા ચૂકવવા પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC tour package to Travel Gaya, Rs. 18,400 per person for a 2 day 1 night tour package
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી