• Home
  • Lifestyle
  • Travel
  • IRCTC Tour Package for South India, Rs. 25,000 fair per person for 5 nights and 6 days

ઓફર / સાઉથ ઈન્ડિયાની સુંદરતા નિહાળવા IRCTCનું ટૂર પેકેજ, 5 રાત અને 6 દિવસનું વ્યક્તિ દીઠ ભાડું 25,000 રૂપિયા

IRCTC Tour Package for South India, Rs. 25,000 fair per person for 5 nights and 6 days

Divyabhaskar.com

Aug 09, 2019, 12:45 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે સાઉથ ઈન્ડિયા ફરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમને શાનદાર ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. 5 રાત અને 6 દિવસનાં આ ટૂર પેકેજ દરમિયાન તમને ત્રિવેન્દ્રમ, કન્યાકુમારી, રામેશ્વરમ, કોડાઇકેનાલ અને મદુરાઈની સુંદરતાને નજીકથી નિહાળવાની તક મળશે. ટૂરની શરૂઆત હૈદરાબાદથી થશે. અહીંથી તમને ઈન્ડિગો ફ્લાઇટથી ત્રિવેન્દ્રમ લઈ જવામાં આવશે. Treasures Of Tamil Nadu and Travancore નામનાં આ ટૂર પેકેજની શરૂઆત 8 ઓક્ટોબરથી થશે.

શિડ્યૂલ શું રહેશે?
પ્રથમ દિવસે તમે હૈદરાબાદથી ફ્લાઇટ દ્વારા ત્રિવેન્દ્રમ પહોંચશો. દિવસ દરમિયાન ત્રિવેન્દ્રમ ફરીને રાત્રે ત્યાં રોકાવાનું રહેશે.

બીજા દિવસે નાસ્તો કર્યા પછી ચેકઆઉટ કરવાનું રહેશે. ત્યારબાદ ત્રિવેન્દ્રમથી કન્યાકુમારી 2-3 કલાકની ડ્રાઇવ પછી પહોંચાશે. રસ્તામાં પદ્મનાભમ પેલેસની મુલાકાત લઈ શકાશે. કન્યાકુમારી પહોંચ્યા પછી હોટેલમાં ચેક-ઇન કરી અહીં ફરવાનું રહેશે. કન્યાકુમારીમાં જ રાત રોકાવાનું રહેશે.

ત્રીજા દિવસે કન્યાકુમારીથી સવારનો નાસ્તો કર્યા પછી ટૂર રામેશ્વરમ જવા રવાના થશે. માર્ગમાં તિરુચેંદુરની મુલાકાત લેવામાં આવશે. સાંજ સુધીમાં રામેશ્વરમ પહોંચીને તમારે અહીં રાત્રે હોટલમાં રોકાવાનું રહેશે.

ચોથા દિવસે રામેશ્વરમમાં વહેલી સવારે મંદિરની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ નાસ્તો કરી ચેકઆઉટ કરવું પડશે. પછી કલામ હાઉસ લઈ જવામાં આવશે. બપોર સુધીમાં ટૂર કોડાઇકેનાલ જવા રવાના થશે અને રાત્રે અહીં રોકાવાનું રહેશે.

પાંચમા દિવસે સવારે નાસ્તો કર્યા બાદ કોડાઇકનાલ ખાતે લોકલ સાઇટ સિઈંગ રહેશે. રાત્રે કોડાઇકેનાલ ખાતે રોકાવાનું હશે.

છઠ્ઠા દિવસે કોડાઈકેનાલથી નાસ્તો કરીને ટૂર મદુરાઇ જવા રવાના થશે. અહીંના મીનાક્ષી મંદિરની મુલાકાત લીધા પછી સાંજે 7 વાગ્યે મદુરાઈ એરપોર્ટથી પરત આવવાનું રહેશે.

ભાડું કેટલું?

  • જો તમે આ ટૂર માટે ત્રણ લોકોના ગ્રુપમાં બુકિંગ કરાવો તો તમારે વ્યક્તિ દીઠ 25,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.
  • જો તમે આ પેકેજ બે લોકો માટે લો તો તે તમને વ્યક્તિ દીઠ 26,100 રૂપિયા ચૂકવવા પડશે.
  • સિંગલ સિટીંગ માટે આ ટૂર પેકેજનું ભાડું 29,430 રૂપિયા રહેશે.
  • જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક હોય તો બેડ સાથે તમારે 22,750 રૂપિયા ચૂકવવા પડશે. બેડ વગર ભાડું 19,970 રૂપિયા રહેશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂરનું બુકિંગ કરાવી શકો છો.

આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી મેળવવા https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA16 આ લિંક પર ક્લિક કરો.

X
IRCTC Tour Package for South India, Rs. 25,000 fair per person for 5 nights and 6 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી