ટૂર / મેઘાલય અને ગુવાહાટી ફરવા જવા IRCTC ટૂર પેકેજ લાવ્યું, વ્યક્તિ દીઠ ભાડું 31,623 રૂપિયા

IRCTC Meghalaya and Guwahati tour package 2019

Divyabhaskar.com

Nov 30, 2019, 01:22 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે મેઘાલય ફરવા જવાનો પ્લાન બનવી રહ્યા હો તો IRCTC તમારા માટે શાનદાર ટૂર પેકેજ લઇને આવ્યું છે. અમ્યૂઝિંગ એન્ડ મેઘાલય નામનાં આ ટૂર પેકેજ હેઠળ તમને મોસિનરામ, જેકરેમ અને ગુવાહાટી ફરવા જવાનો પણ ચાન્સ મળશે. 5 રાત અને 6 દિવસના આ ટૂર પેકેજની શરૂઆત 16 માર્ચથી થશે.

પેકેજમાં શું-શું સામેલ હશે?

  • રહેવાનું, જમવાનું અને રિફ્રેશમેન્ટ પેકેજમાં સામેલ છે.
  • પેકેજમાં કાયાકિંગ, કેવિંગ અને રિવર કનોઇંગ જેવાં સ્પોર્ટ્સ સામેલ છે.
  • આ ટ્રિપ દરમિયાન મુસાફરોને બાઇકથી મેઘાલય ફરવાની તક પણ મળશે.

ફ્લાઇટ ડિટેલ્સ
પેકેજ અંતર્ગત મુંબઇથી ગુવાહાટી અને પરત પ્રવાસ ફ્લાઇટ દ્વારા થશે. મુંબઇથી ફ્લાઇટ સવારે 7:35 વાગ્યે ઉપડશે અને ગુહાહાટી ખાતે બપોરે 01:55 વાગ્યે લેન્ડ થશે. ટ્રિપથી રિટર્ન ફ્લાઇટ ગુવાહાટીથી બપોરે 12:25 વાગ્યે ઉપડશે અને સાંજે 05:40 વાગ્યે મુંબઇ પહોંચશે.

ભાડું કેટલું રહેશે?
જો તમે આ ટૂર પર એકલા જાઓ તો તમારે 35,300 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગમાં વ્યક્તિ દીઠ 31,623 રૂપિયા આપવા પડશે.
તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.

X
IRCTC Meghalaya and Guwahati tour package 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી