ટૂર / IRCTC દક્ષિણ ભારત ફરવાનું ટૂર પેકેજ લાવ્યું, 6 રાત અને 7 દિવસની આ ટૂર દિલ્હીથી શરૂ થશે

IRCTC launches South India tour package, 6-night and 7-day tour starting in Delhi

  • ત્રિવેન્દ્ર, કન્યાકુમારી, રામેશ્વરમ, મદુરાઈ, તિરુપતિ અને કોચિન ફેરવવામાં આવશે
  • સિંગલ જઈ રહ્યા હો તો ભાડું 53,470 રૂપિયા

Divyabhaskar.com

Oct 04, 2019, 01:03 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ આ દિવસોમાં જો તમે ક્યાંક પ્રકૃતિની નજીક અને શાંત વાતાવરણમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક સરસ ટૂર પેકેજ લાવ્યું છે. આ વિશેષ પેકેજ હેઠળ તમને દક્ષિણ ભારત ફરવાની તક મળી રહી છે. ‘સાઉથ ઈન્ડિયા ડિવાઇન ટૂર પેકેજ એક્સ દિલ્હી’ નામથી આ 6 દિવસ 7 દિવસના ટૂર પેકેજની શરૂઆત દિલ્હીથી થશે. આ ટૂર 9 નવેમ્બર અને 22 નવેમ્બરથી ઉપડશે.

ક્યાં-ક્યાં ફરવા મળશે?
આ પ્રવાસમાં ત્રિવેન્દ્રમ, કન્યાકુમારી, રામેશ્વરમ, મદુરાઇ, તિરૂપતિ અને કોચિન ફરવા મળશે. યાત્રા દરમિયાન તમને કેરળનું પદ્મનાભસ્વામી મંદિર, વિવેકાનંદ રોક મેમોરિયલ, રામાનાથસ્વામી મંદિર, મીનાક્ષી મંદિર, ભગવાન બાલાજી મંદિર અને શ્રી કલહસ્તિ મંદિરની મુલાકાત લેવાની પણ તક મળશે.

આ ટૂર પેકેજમાં ફ્લાઇટથી આવવા-જવાનો ખર્ચ, તમામ શહેરમાં સારી હોટલમાં સ્ટે, બ્રેકફાસ્ટ, ડિનર અને સાઇટ સિંઈંગનો ખર્ચ પણ સામેલ છે.

ભાડું કેટલું આપવું પડશે?

  • જો તમે આ ટૂરમાં એકલા જઈ રહ્યા હો તો તમારે 53,470 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગમાં 42,265 અને ટ્રીપલ શેરિંગમાં વ્યક્તિ દીઠ 41,345 રૂપિયા આપવા પડશે.
  • જો તમારું બાળક (5થી 10 વર્ષની વયની) છે અને તમે તેના માટે અલગ બેડ લો 38,120 રૂપિયા અને અલગ બેડ ન લો તો તમારે 33,640 રૂપિયા ચૂકવવા પડશે.
  • જો તમારી સાથે 2થી 4 વર્ષની વયનું બાળક હોય તો તમારે તેના માટે 20,930 રૂપિયા અલગથી ચૂકવવા પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
IRCTC launches South India tour package, 6-night and 7-day tour starting in Delhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી